SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે થયા. એ પરીક્ષાનું ધોરણ મેટ્રીક જેવું મનાતું. વધુ અભ્યાસ માટે તે વખતે મુંબઈ જવું પડતું એટલે તેમને અંગ્રેજી અભ્યાસ એટલેથી અટકી ગયે. શાળાના શિક્ષક તરીકેને વ્યવસાય તેમણે તે જ વર્ષમાં–૧૮૫૯ માં જ સ્વીકાર્યો અને લીંબડીમાં તેમણે નેકરી લીધી. ૧૮૬૩ માં તે જામનગરની અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે ગયા. ૧૮૬૫ માં તેમણે જામનગરની કરી છોડી દીધી અને રાજકોટમાં આવી કાયદાનો અભ્યાસ કરી વકીલાતની સનંદ મેળવી. એ અરસામાં એમને સરકારી નોકરી માટેનાં કહેણ મળેલાં પણ તેમણે તે સ્વીકારેલાં નહિ. રાજકોટથી તે મોરબીમાં ત્યાંના પાટવી કુંવર વાઘજીના શિક્ષક તરીકે અને ઠાકોર રવાજીના ખાનગી મંત્રી તરીકે ગયા. ઠાકર રવાજી ગુજરી જતાં અને મોરબીમાં એડમિનિસ્ટ્રેશન આવતાં આશારામભાઈ મેરબીની શાળાના હેડમાસ્તર તરીકે રહ્યા. માળીયાના ઠારે પિતાના કારભારી તરીકે તેમની નોકરી મેરબી રાજ્ય પાસે ઉછીની માંગતાં આશારામભાઈ ત્યાં ગયા. માળીયાના મીંયાણું તે વખતે ખૂબ લૂંટફાટ કરતા, તેમનાં હથિયાર બળે કરીને નહિ પણ કળે કરીને છોડાવવાનાં હતાં તે કામગીરી તેમણે ત્યાં કુશળતાથી બજાવી. ત્યાંથી પાછા ફરી તે મોરબીમાં પાછા હેડમાસ્તર તરીકે રહ્યા અને ત્યાંથી એજન્સીએ તેમને ઊંચી પાયરીએ ચડાવી ઝાલાવાડ પ્રાંતના ડેપ્યુટી એજ્યુ. ઈસ. તરીકે નીમ્યા. એ ઓધેથી તેમને ૧૮૮૬ માં લાઠીના મેનેજર તરીકે નીમવામાં આવ્યા જ્યાં તે ૧૮૯૨ સુધી ત્યાંના ઠાકોર સુરસિંહજી (કલાપી) ની સગીર અવસ્થા દરમ્યાન રહ્યા. લાઠી છોડડ્યા બાદ તે ચૂડા, બાંટવા અને સરદારગઢમાં નીમાયા હતા અને પંચાવન વર્ષની ઉંમર થતાં ૧૮૯૯ માં નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. ઉત્તર જીવન તેમણે મુખ્ય સાહિત્યસેવામાં અને ધર્મપરાયણતામાં ગાળ્યું હતું. આ સમયે તેમણે “કહેવત સંગ્રહ” નામનું જાણીતું પુસ્તક તૈયાર કર્યું હતું. ૧૯૧૧ માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી, પરંતુ પાછળથી તેમાં આશારામભાઈ ઊમેરો કરતા રહેતા હતા તેથી બીજી આવૃત્તિ ૧૯૨૩ માં તેમના પુત્રોએ પ્રસિદ્ધ કરી હતી. આ નિવૃત્તિકાળમાં તેમણે જેનેની આણંદજી કલ્યાણજીની પેઢી તથા પાલીતાણું રાય વિશેની તકરાર નિવેડો લાવવામાં અને અમદાવાદની સ્વામીનારાયણની ગાદીના આચાર્યના હક્કોનું રક્ષણ કરવામાં સારી પેઠે સમય તથા શક્તિને ઉપયોગ કર્યો હતો. આશારામભાઈ તા. ૨૬-૩-૧૯૨૧ ના રોજ ૮૦ વર્ષની વયે અવ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy