SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ - વંથ અને ગ્રંથકાર પુ. ૯ તેમણે લખેલાં પુસ્તકમાં વિશેષ ભાગ ધર્મસાહિત્યને છે. યૌવનકાળમાં તેમણે રસસાહિત્યથી શરુઆત કરી હતી. તે વખતે તેમણે હિંમતવિજય નાટક, દલપતરામ કવિએ લખેલા વિજયવિદ ના જેવું “જોરાવરવિનદ', “રાણકદેવી' નાટક, એટલાં પુસ્તક લખી પ્રસિદ્ધ કરેલાં. પછી “યાત્રાવિલાસ પિતાની યાત્રાના વર્ણન માટે લખ્યું હતું. “ત્રીદંપતી” અને “વિદ્યાલક્ષ્મી એ તેમની નવલકથાઓ હતી. આ પુસ્તકે સં. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધીમાં પ્રસિદ્ધ થયાં હતાં. ઉપનિષદર્થ', “ભગવગીતા', “વિષ્ણુસહસ્ત્રનામ' એ ગદ્ય ભાષાંતરગ્રંથો તથા “રામાયણ, મહાભારત', દશમ સ્કંધ' ના પદ્ય ભાષાંતરે તેમણે કરેલાં છે. “સચ્ચરિત્ર', “ગુરુબોધ', 'શ્રવણસાર એ મૌલિક ગદ્ય પુસ્તકે, “શ્રીનાથમાળા’, ‘કટનાથમાળા' ઈત્યાદિ ૨૦ પદ્યમાળાઓ તેમણે લખી છે. તેમણે કેટલાંક હિંદી પુસ્તક પણ લખ્યાં છે, જેમાં મુખ્ય બ્રહ્મસૂત્ર', ગદ્યત્રય”, “સહસંગીતિ', “સંકલ્પ સૂર્યોદય નાટક એ ભાષાંતરે છે અને “અદ્વૈત વિવેચન, “ગુરુપરંપરા પ્રભાવ', “રંગનાથ માલા”, “પદપંકિત', “પદમાલા પ્રસાદી’ એ મૌલિક પુસ્તક છે. શ્રી. અનંતપ્રસાદજીએ કેટલાંક આખ્યાને લખ્યાં હતાં, તે ઉપરાંત તે મહારાષ્ટ્રની હરિકથાઓની જેમ રસભરી રીતે હરિકથાઓ કરી જાણતા અને તેમાં બહુધા પિતે લખેલાં આખ્યાને તથા પદ્યોને ઉપયોગ કરતા. તેમણે પ્રથમ લગ્ન કરેલું તે પત્નીના અવસાનથી બીજું લગ્ન વીસ વર્ષની વયે કરેલું. તે પત્નીનું નામ દમનગૌરી હતું. તેમને કશી સંતતિ નહતી. આશારામ દલીચંદ શાહ સ્વ. આશારામભાઈને જન્મ વિ. સં. ૧૮૯૮ ના માઘમાસની શિવરાત્રિએ (તા. ૮-૨-૧૮૪૨) રાજકેટ કેમ્પમાં થયો હતો. તેમના પિતાનું દલીચંદ રાયચંદ અને માતાનું નામ વખતબા. તે ન્યાતે દશાશ્રીમાળી વણિક હતા. રાજકેટ કેમ્પની ગુજરાતી મિશનસ્કૂલમાં તેમણે પ્રાથમિક કેળવણીની શરુઆત કરી હતી, અને પછી તે સરકારી શાળામાં દાખલ થયા હતા. ગુજરાતી અભ્યાસ પૂરો થતાં તુરત જ તે અંગ્રેજી શાળામાં દાખલ થયા હતા. ૧૮૫૪માં મુંબઈની યુનિવર્સિટી સ્થપાઈ અને તેની પહેલી એન્ટ્રન્સ પરીક્ષા રાજકેટમાં ૧૮૫૯ માં લેવાઈ, તેમાં બેસીને આશારામભાઈ પસાર
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy