SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ આશય પણ મરાઠી વ્યાકરણને ઐતિહાસિક અને શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરી, તેને શુદ્ધ કરવાને છે અને તે કાર્ય જરૂરનું માલમ પડશે. આ બધી હકીકત લક્ષમાં લેતાં, સૌ કોઈ એ વિષે સંમત થશે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ, નવેસર, ગુજરાતી ભાષાને ઉદ્દભવ અને તેનાં કારણે વિચારી તપાસી, લખાવવા વેળાસર વ્યવસ્થા થવી ઘટે છે, અને ઉપરોક્ત ગુજરાતી કોશનું સંપાદક મંડળ અસ્તિમાં આવે, એ કાર્ય હાથ ધરે, તે તેમાં ઘણી સુગમતા થવા પામે; એટલું જ નહિ પણ તે શાસ્ત્રીય અને ઐતિહાસિક ધરણસર રચવામાં ઝાઝી મુશ્કેલી પડશે નહિ. દી. બા. કૃષ્ણલાલભાઈએ “ગુજરાતી સાહિત્યની ખામીઓ”માં ગુજરાતી સાહિત્યની ખામીઓમાં ગુજરાતી કોશની પેઠે ગુજરાતના ઇતિહાસને પણ નિર્દેશ કર્યો હતે. છેલ્લાં ત્રીસ પાંત્રીસ વર્ષોમાં આપણું પ્રાંતના તેમ હિન્દના ઇતિહાસ ઉપર સારે પ્રકાશ પડેલો છે; અને તે વિષે ઉપયુક્ત માહિતી આપતાં કેટલાક પુસ્તકો રચાયેલાં છે; એ ક્ષેત્રમાં સોસાઈટીનો ફાળો માટે અને મહત્વનો છે; સામાન્ય વાચકને આપણા દેશને ઈતિહાસ જાણવાને સોસાઈટીએ બને તેટલી માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલો છે; તે ઈતિહાસ , ગુજરાતી પ્રજાજીવનની દૃષ્ટિએ, લખાવવા હજી વાર છે; તે સારૂ પ્રથમ સાધન સામગ્રી એકઠી કરવાની જરૂર છે. તેનું બરોબર સંશોધન અને અભ્યાસ થયા પછી, તે ઉપરથી એક નવીન અને સ્વતંત્ર ઈતિહાસ રચાવવાનું બની શકશે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ તુટક અને અસંબદ્ધ મળે છે. તે પ્રશ્ન કાંઈક ગુચવણભર્યો અને કઠિન હતો, તેમાં સિંધમાં હેજેડેરો અને પંજાબમાં હરપ્પામાં થયેલાં ખોદકામ અને શોધખોળનાં પરિણામે હિન્દના ઇતિહાસનો આખેય દૃષ્ટિકોણ ફેરવાઈ ગયો છે અને નવા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા છે; કેમકે તે સંસ્કૃતિનાં ચિહ્નો-અવશેષો, લિંબડી, અમરેલી વગેરે જુદે જુદે સ્થળેથી મળ્યાના સમાચાર વર્તમાનપત્રદ્વારા જાણવામાં આવ્યા છે તે તેને વિસ્તાર બતાવે છે, પણ તેની સીમાં ક્યાં સુધી પહોંચી હતી તે વિષે આપણે હજી અજ્ઞાત છીએ. વળી નર્મદાખીણ શોધખોળ મંડળ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તે પણ એ વિષય ઉપર નવીન પ્રકાશ પાડે એમ સંભવે છે. ૧૫.
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy