SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ જાગૃત કરે, જે સ્વકાર્ય રસિક પગારદાર પુરૂષો દ્વારા શોધખોળ ચલાવે; ટુંકામાં સાહિત્યનું સંગ્રાહક, સંરક્ષક, સંવર્ધક, પ્રચારક ને અધ્યાપક મંડળી નીવડે, આવા સાહિત્ય પીઠની સ્થાપના લક્ષ્મીના વિશ્રામભુત ઉત્તમ પુરાના હાથમાં છે. સાધનરહિત બંધુઓ પણ સાહિત્યની વૃદ્ધિને માટે બહુ કરી શકે એમ છે. જેમને અક્ષર જ્ઞાન છે તેઓ સારું વાચકવર્ગ તરફથી સાહિત્ય વાંચે, તે પણ સાહિત્યની એક અંશે કૃતાસાહિત્યને આવ- ર્થતા છે; સારાં ભાષણોને અને સારા લેખોને કારની જરૂર છે. આવકાર આપે, તે પણ તેની કદર છે; બુદ્ધિને ઉપયોગ કરી સારાનરસાને વિવેક કરે, તે પણ ઉત્તજન છે. આટલું કરે તે વાંચનાર ક્યાં છે, સાંભળનાર કયાં છે, સમજનાર ક્યાં છે, કદર બુજનાર ક્યાં છે એ જે ફરિયાદ ઉઠાવવામાં આવે છે, તે દૂર થાય. આ રીતે સાહિત્યની અભિવૃદ્ધિમાં સર્વની પ્રવૃત્તિને સ્થાન મળે છે. સાહિત્યના ક્ષેત્રમાં કોઈ ને બહિષ્કાર નથી. સર્વને સમષ્ટિ શ્રેય માટે સહકારી ઉદ્યોગ સ્વીકાર્ય છે. સત્સંગીનું મંદિર જ્યારે વ્યષ્ટિ પ્રવૃત્તિ. બંધાય છે, ત્યારે કોઈ સત્સંગી છે ટે ઉપાડી કે તગાર વહી શરીર વહેવરાવે છે; કોઈ સત્સંગી પત્થર ઘડે છે, વહેરે છે કે કરે છે; કોઈ ઈમારત આંકે છે; તે કોઈ પાયા ખોદે છે, કોઈ ચણતર ચણે છે તે કોઈ ચિત્રનું કામ કરે છે; કોઈ સર્વને ઉપર દેખરેખને ભાર ઉપાડે છે, તે કોઈ ખરીનો ભાર સાથે લે છે. સર્વ પિતાના ગજા પ્રમાણે કાર્યભાગ બતાવી ઉત્સાહ પ્રદર્શિત કરે છે. એ * નાના મોટા સૌએ પુણ્યના સરખા અધિકારી છે. સર્વ કર્મના સાક્ષી પરમ પુરૂષની દ્રષ્ટિમાં સૈને પ્રયાસ સરખો આવકાર પામે છે. એ ભાર-વાહક, એ કર્મકાર, એ શિલ્પી, એ સૂત્રધાર, એ સમક્ષક, એ ધનદાતા, સંસારી પાળ કે સાધુ સે આ મહાન કાર્યમાં પિતાના વ્યષ્ટિજીવનને સમષ્ટિ-જીવનમાં હેમે છે. આવી સ્વધર્મ પરતા, આવી સમષ્ટિ શ્રેયની ભાવના આપણું સાહિત્યમંદિર બાંધવાને સરસ્વતીના સત્સંગીઓમાં ઈષ્ટ છે. કાર્યક્ષેત્ર ક્યાં હાનું છે? સૌને પિતાપિતાની યોગ્યતા અનુસાર પ્રવૃત્તિના અનેક માર્ગો ખુલ્લા છે. સ્વલક્ષણવતી કવિતા રચવાની પ્રતિભા ધરાવનાર કવિને ઘણા પ્રદેશ અસુરણ છે; તેમાંજ તે ઘૂમે એમાં સાહિત્યને લાભ છે. જેનાથી ૧૭૫
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy