SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સામાજીક તરીકેના નિજ કર્તવ્યને તેમાં સમાસ થઈ જતો નથી. કુટુંબમાં રહી કૌટુંબિકની ઉપેક્ષા કરે તે સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે, તેવી રીતે સમાજમાં રહી સમાજીક બંધુઓ પ્રત્યે બંધુકૃત્યમાં જે પ્રમાદ કરે છે તે જનસમાજને દેવાદાર રહે છે અને સર્વ સમાજના પરમ અધ્યક્ષ જગદીશ્વરનો અપરાધી બને છે. જનસમાજ એક સહકારી સંસ્થા છે. એ સંસ્થાના સહકારધર્મથી શિક્ષિત સુશિક્ષિત સાધનસાધન સંપન્ન સંપન્ન ને સાધનરહિત એક સરખા બંધાયેલા છે. બંધુઓ અને સ્વાગત મંડળના ઈતિહાસ રસિક અધ્યક્ષ શેઠ સાહિત્યપીઠની પુરૂષોત્તમ વિશ્રામ માવજી શોધખોળમાં અને ઈતિજિના. હાસિક સંગ્રહમાં પિતાની સમૃદ્ધિને સદુપયોગ કરી રહ્યા છે. શેઠ ગોકળદાસ તેજપાળ, શેઠ મંગળદાસ નથુભાઈ, શેઠ પ્રેમચંદ રાયચંદ, સર જમશેદજી જીજીભાઈ સર કાવસજી જહાંગિરજી, શેઠ જમશેદજી નસરવાનજી તાતા વિગેરે મુંબઈને ધનાઢય ગૃહસ્થોની ઉદારતાની પિછાન આપવી ને સૂર્યચંદ્રને ઓળખાવવા જેવું ગણાય. તેમણે કેળવણીની અભિવૃદ્ધિ માટે બહુ કર્યું છે. પણ સાહિત્યની સેવામાં પિતાનું સર્વધન સમર્પનાર ને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને છેવટની વારસદાર ઠરાવી જનાર તો સુરતના સદગત શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ જ છે. સાધનરહિત બંધુઓને માટે સાધન સંપન્ન ગૃહસ્થ પુસ્તકશાળા ને વાંચનશાળા ઉઘાડે છે, તેને માટે તેમને અભિનંદન આપવું ઘટે છે. તેની સાથે પુસ્તકશાળાને પુસ્તકસંગ્રહ મૂલ્યવાન બનાવવા અને વાંચનશાળાનું વાંચન વજનદાર કરવા સાહિત્યને ઉત્તેજન આપવા સંયુક્ત ભંડોળ ઉભું કરવાની તેમને વિનંતિ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની પ્રવૃત્તી તેના બંધારણને લીધે એક દેશી છે. ફાર્બસ સભાની પ્રવૃત્તિની દિશા કંઈ ભિન્ન છે. પરંતુ તે પણ સર્વતોમુખ નથી. સહિત્યસભામાં ઉત્સાહ છે ત્યારે સાધન નથી. આ ખોટ પુરી પાડવા સર્વતોમુખ ઉત્તેજન આપનારું સાધનસંપન્ન સાહિત્યપીઠ સ્થાપવાની જરૂર છે, જે વિશુદ્ધ ભાવનાવાળું અને ઉપયોગી જ્ઞાનવાળું અલ્પમૂલ્ય સાહિત્ય એ કે એક ગામ જ્યાં ગુજરાતી નિશાળ હોય ત્યાં મફત છુટથી વહેંચી સાહિત્યની ગંગા આંગણે આંગણે વહેતી કરે, જે વધારે મૂલ્યનાં પુસ્તકોની અવેતન જંગમ પુસ્તકશાળા સ્થાપી સંગીન જ્ઞાનને પ્રસાર કરે, જે ભાષણથી ને નિબંધાથી લોકોના હદય કેળવે અને પ્રવૃત્તિને સદુપયોગ ૧૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy