SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શન કુશળ નહી હોય તો બેલ્યા વિના હદયમાં ગાન ઉતારવા મંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તાતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હદય અને શરીર લય પામશે. જે ગાનમાં કુશળ ન હેનાર આ લય પામશે તે ગામમાં પ્રવીણ સો પ્રકટપણે એવા ગાન ભેગુ ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રને જડચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law-તાલબબ્ધ અથવા અનુપ્રાસયોજના–આપીયે તે સમજાય એવું છે. આપણું સાહિત્યપરિષદ આખા આર્યાવર્તના એક સમાજ પ્રવર્તક નૃત્યમાં આવા તાલબધ નિયમના બળથી ઉભી થઈ છે. જે સરસ્વતી દેવીને આપણા ઋષિમુનિઓએ વીણધારિણી ગણેલી છે તે દેવીના ભકતો આવા નિયમને પાળે તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવલ શુષ્કવાદ જેવી નથી. તાલભંગમાં તાલબંધ આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દો ઉચ્ચાર કરું છું ત્યાં એક શંકા હારા હૃદયમાં ઉભી થાય છે. આવા તાલબબ્ધ એકપાસથી દષ્ટિગોચર થાય છે તે બીજી પાસેથી તાલભંગનાં કઠેર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કોંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓને ચરણે ઉપર કોઈ ગુપ્ત રીતે તે કોઈ પ્રકટ રીતે લાકડીઓ મારી તેમને લુલા લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશ્યલ કોન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશે તે સર્વમાં પણ એક તાલબધ તે બીજી પાસથી આ જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબત્પના પક્ષનાં કઈક હદ નિરાશ થાય છે તે કઈક હદયમાં વધારે શિર્ય હડતું દેખું છું. કોઈક પગ ભાગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણને ઓછો કરે છે તે કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઉભા થાય છે, કેઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીયાના પ્રહારને બળે ભાગી પડવાને સટે કેટલાકના ચરણો વધારે વધારે ઉંચા ઉછળી ઉછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબત્પની જ સાંકળો દેખું છું, ને તાલબધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્વને બળે જેમ દાંડીયા રમનારા એક બીજાના હાથના દાંડીયાને પોતાના હાથના દાંડી ૧૨૭
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy