SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ખીજી વાત પ્રમુખને કામ સેાંપેલું છે, તે કામ એક રીતે કશું નથી અને ખીજી રીતે જોખમ ભરેલું છે. બીજી સભામાં ઠરાવેા” થાય છે, જે એક પક્ષના હૈાય છે. આમાં તેવું કંઈ નહી મળે. સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી ચેાજના કરી છે કે જે વિચાર મુકાશે અને જેના લખાણુ વંચાશે તે સબંધ ચર્ચા રાખવાની નથી. હાલ તા વકીલની માફક પુરાવા એકઠા કરવા છે. જોડણી, લિપી વિગેરેમાં મત ભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તે। સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકુ થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય. કાઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાંજ ફળ છે. સઉ ઉભરા કાઢવા પછી પાશ્ચિમાય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થઇ જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે, અને ધૈર્ય રાખવાનું છે. આ સભાના ઉપક્રમ આપણા મન્ત્રીએ વિસ્તારથી દર્શાવેલે છે. તે ઉપક્રમના નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાના છે, અને તે પછી તેને ઉપસંહાર યથાશક્તિ યથામતિ મ્હારે શિર છે; તે આ આરંભસ્થાને તે વિષયાથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુજારવથી પ્રસન્ન થઈ તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયાનું અનુસ્તવન કરવામાં તેમના પ્રતિ મ્હારા ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારા ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયેા ચર્ચાવાના છે તેના શિવાય કાંઈ અન્ય વિષયામાં ચંચુપાત કરવાની રજા માગું છું. આ યુગના તાલખધ બન્ધુજને, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોને છે. કાઈ સ્થાને કોન્ગ્રેસ તા કાઈ સ્થાને કાન્ફરન્સા, કોઈ સ્થાને કલમ નામે તે। કાષ્ટ સ્થાને એસેાસિએશન નામે સમાજો આ તેમ અન્ય દેશામાં ભરાય છે. જ્યાં સપાસ આવા સતારના રણકારા સંભળાય છે ત્યાં આપણા એકતારાના નિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારે પાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઉભું રહેલું પ્રાણી ગાનાદિકમાં ૧૨
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy