SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૧૯૩૩ નો સાહિત્ય પ્રવાહ આત્મવૃત્તાંતને આભાસ થાય છે. એમાં એમની નિરૂપણશૈલી જુદું જ વલણ લેતી, કાંઈક રસળતી, કાંઈક ગંભીર, ગતિમાન પણ વેગવંતી, ભૂતકાળનાં દૃશ્યો, પુનઃ ઉભાં કરતી, એવી તાદસ્ય અને અસરકારક, વાચકને તેના વિચાર પ્રવાહમાં, ખેંચે જાય છે; અને જેમ કોઈ સુહદ આપણને વિશ્વાસમાં લઈ એનું અંતર ખોલે અને જે સાંભળીને આપણું હૃદય સહાનુભૂતિથી કવિ ઉઠે છે, તેમ સખી માટે તલસતા શિશુના આત્માને તલસાટ અને તેની પ્રાપ્તિ થતાં જે સુખાનંદ અનુભવે છે, તેનું વર્ણનરસિક વર્ણન-સચેટ વર્ણન વાચકના મન પર સજજડ અસર પેદા કરે છે. જુ, આ એક નમુનો “જેને સરસ્વતીની સુવર્ણમય પ્રતિમા રૂપે પૂજ્ય હતું, તે દૂરસ્થને દેદીપ્યમાન દેહની કંઠમાળ બની શિશુ બેઠે; અને સરવર સમા સજલ, ગંભીર નયનોમાં જોઈ રહ્યા. કદી ન થાય ત્યાં મંથન થયું. અને એ સરવર જલમાંથી શરમ, લક્ષ્મીસમી, કેડીલીને સંકેચાતી, ઉતરી આવી. સુવર્ણની પ્રતિમા, પૂજ્ય ને અસ્પૃશ્ય, ધીમે ધીમે નીચું ભાળી, તેના ભુજમાં પીગળી પડી. ભાગ્યાં હૈયાં સાજા થયાં. અધર રસ ઢળે અધરે, અખંડ ધારે. જીવન ઝરણાં આત્મવિસર્જને અનુભવતાં, ઉલાસ સાગરમાં લુપ્ત થયાં. પિ ફાટયો. અંધકાર ભર્યા ખંડમાંથી નિશા નાઠી, છાયા વચ્ચે સંકેલીને, આનંદની અવધિથી તૃપ્ત.” રોમાંચક કિસ્સાઓ જે પ્રસિદ્ધિ પામેલા છે, તેમાં સિદ્ધિ પાછળની ફનાગીરીનું આકર્ષણ વિશેષ કરીને રહે છે. આદર્શ સિદ્ધ થતા, એમને આનંદ લુપ્ત થાય છે, તે સામાન્ય થઈ પડે છે. ધ્યેય તો દૂર ને દૂર; આગળ ને આગળ વધતું રહે; એ કાંઈ ન્યારીજ વસ્તુ છે. જ્યારે મિલન થાય ત્યારે અહંભાવ રહેજ નહિ; બે, તન્મય થઈ જાય; તેમનું જુદું વ્યક્તિત્વ સંભવે જ નહિ. ગુજરાતી સાહિત્યમાં આ એક અપૂર્વ કૃતિ છે; આ પ્રકારનું આત્મ નિવેદન જરૂર મનોવેધક ને મનોરંજક થાય; ચરિત્રની જેમ આત્મ ચરિત્રનું મહત્વ ઓછું નથી. થોડાંક રસદર્શને'માં એમના બે ઉત્તમ લેખ સંગ્રહેલા છે, પહેલા લેખમાં સાહિત્યનું સ્વરૂપ અને સાહિત્યને વિકાસ ક્રમસર વર્ણવ્યો છે • શિશુ અને સખી, પૂ. ૧૦૧.
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy