SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ સન ૧૯૩૩ ની મૌલિક અને સરસ કૃતિએ।માં શ્રીયુત મુનશીનાં પુસ્તકા પ્રથમ પદ લે છે. જેલમાં રહીને એમણે નદ શતાબ્દી ઉત્સવ ઉજવવાના ઉપક્રમ યેાજ્યેા હતેા તેને ઉલ્લેખ અમે ઉપર કર્યો છે, અને કવિ ન`દ વિષે એક ઉત્તમ પુસ્તક આપણને પ્રાપ્ત થનારૂં છે, એની પણ નોંધ કરેલી છે. જેલમાં ફરજિયાત નિવાસ દરમિયાન પુષ્કળ સમય અને શાન્તિ, જેને ચાલુ વ્યવસાયી જીવનમાં અભાવ હતા, તે મળતાં, એને સદુપયેાગ શ્રીયુત મુનશીએ સાહિત્ય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને કર્યો; જેના પરિણામે આપણને નરસૈંભક્ત હરિનેા, થોડાંક રસદર્શીતા, લેાપામુદ્રા, સ્નેહસંભ્રમ, શિશુ અને સખી વગેરે પુસ્તકો મળ્યાં છે; અને નિર્વિવાદ તે • ઉત્તમ કૃતિ છે, એટલુંજ નહિ પણ લેખક તેમ ગુજરાતી સાહિત્ય તે સારૂ માન અને મગરૂરી લઇ શકે તેવા અમારા નમ્ર અભિપ્રાય છે. લેાકમાન્ય તિલકને માંડલે જેલમાં વસવું પડયું ત્યારે એમની તેજસ્વી બુદ્ધિને ઉપયાગ એમણે “ ગીતા રહસ્ય''ની રચનામાં કર્યાં હતા; અને એ પુસ્તકથી મરાઠી સાહિત્ય સમૃદ્ધ અને ગૌરવવંતુ થયું છે, એ વિષે એ મત નથી. સત્યાગ્રહની લડતને લઈ ને આપણા ઘણા સાહિત્ય સેવકાએ જેલને વધાવી લીધી હતી; અને એમની એ તપશ્ચર્યાનાં ફળ તરીકે આપણને કેટલીક ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિએ મળેલી છે; અને નદિકમાં બીજી મળવાની આશા રહે છે. અમે સાંભળ્યું છે કે શ્રીયુત મુનશીનું જે લખાણ પ્રકટ થયું છે, એથી વધુ હજી એમની નેટબુકોમાં લખેલું પડયું છે. આપણે ઈચ્છીશું કે તે સત્વર પ્રસિદ્ધ થવા પામે. શ્રીયુત મુનશીએ સાહિત્ય સંસની સ્થાપનાના દિવસે જે વ્યાખ્યાને અગાઉ આપ્યાં હતાં, તે સઘળાં ‘ ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ અને આદિવચના’ પુસ્તકકારે સંકલિત કરવામાં આવ્યાં છે, તે સંગ્રહ સાહિત્યના અભ્યાસીને બહુ સેઇકર થઇ પડશે. એ લેખાએ, જ્યારે તે પ્રગટ થયા ત્યારે સાહિત્ય જગતમાં ખૂબ ખળભળાટ ઉભા કર્યાં હતા અને તે વ્યાખ્યાને વિચારાત્તેજક અને પ્રેરણાત્મક છે, એની કાઈથી ના પાડી શકાશે નહિ. સ્નેહસંભ્રમ એ “ કાકાની શશી ''ની ઢબનું પણ વાર્તાનું પુસ્તક છે. હળવા વાચન સાહિત્ય તરીકે તેની કિમત છે અને તે વાચતાં ઠીક આનંદ પડે છે; પ્રેાફેસરનાં પત્ની ધનકાર્ùનનું પાત્ર સ્વસ્થ જાગીરદારનાં “ફાઈબ’ જેવું સજીવ બન્યું નથી; પણ સ્ત્રી સ્વભાવને એક નમુના તે રજુ કરે છે જ. પરંતુ એમની તેજસ્વી કૃતિ ‘શિશુ અને સખી' છે. એમાં એમના ૧૮
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy