SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ સાહિત્યના ઇતિહાસમાં કેટલીક ત્રુટીઓ છે તેમજ માહિતીને અભાવ છે, તેને નિર્ણય કરવામાં આ છંદરચનાની કસોટી સાહિત્યના અભ્યાસીને ખાસ મદદગાર નિવડે છે. પ્રસ્તુત વ્યાખ્યામાં દી. બા. કેશવલાલભાઈ છંદરચનાના વિષયને છેક ઋવેદના કાળથી શરૂ કરી, અપભ્રંસ યુગ સુધી આવી પહોંચીને અટકે છે. જે તેઓ એમાં ગુજરાતી છંદ રચનાના પ્રકારને ઉમેરી શક્યા હોત તે ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તે ભાગ બહુ કિંમતી થઈ પડત; એ વિષય પર એમાંથી ઘણું ઘણું નવું જાણવાનું મળત. આ છંદરચનાના બંધારણની કસોટી કવિની ટેસ્ટ નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી થઈ પડે છે, એનું દૃષ્ટાંત એમનાં એક વ્યાખ્યાનમાંથી આપીશું: “પદ્યરચનાની ચર્ચાને અહીં જે મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે, કે આપણું જૂનું સાહિત્ય લગભગ બધૂએ પદ્યમાં છે. એને સાક્ષાત્કાર કરવામાં પદ્યરચના ઉપર પરકમ્માવાસીએ અવિચલ દષ્ટિ રાખવાની જરૂર છે. ગદ્યના સંશોધનનું કાર્ય સરળ છે. અનેક ઉપલબ્ધ પાઠમાંથી યે સારે છે, એટલૅ તેમાં જોવાનું હોય છે. પદ્યના સંશોધનમાં સ્વીકૃત પાઠ પદ્યબંધમાં બેસતો આવે છે કે નહિ, તે પણ વિચારવાનું રહે છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં મક્ષિકા પ્રથમ ગ્રાસે’ જેવું બન્યું છે. એ આખ્યાનના પહેલા કડવાની ચોથી કડીમાં “પશુપતાકાસ્ત્ર પશુપતિએ આપ્યું” એ મુદ્રિત પાઠ છે. તેમાં બે પ્રકારની અશુદ્ધિ જોવામાં આવે છે. એક તે એ કે પશુપતાકાસ્ત્ર એ નામનું કેઈ અસ્ત્ર છે નહિ. બીજી એ કે મુકિત પાઠથી પદ્યનું માપ સચવાતું નથી. પદ્યાત્મક કૃતિમાં રચના માપસર હોવી આવશ્યક છે. ઉપયુકત દેશી અહીં છ માત્રા જેટલા માપના શબ્દનો પ્રયોગ માગી લે છે. એની ગરજ પશુપત બેલ પૂરેપૂરી રીતે સારે છે, પશુપતિના અસ્ત્રનું નામ પાશુપત છે. અર્થાત એ બોલ વાપરવા અહિં ઉચિત છે. મહાભારતનાં પાનાં ઉથલાવું છું તો કેરાતપર્વમાં પશુપતા અન્નનો જ ઉલ્લેખ કરેલ જેઉં છું. તેથી કહૂં છું કે ઉપલબ્ધ પાઠ ગમે તે હોય, પણ ગ્રાહ્ય પાઠ તે નિઃસંશય “પશુપન” જ છે. પ્રેમાનંદ જેવો સંસ્કૃતજ્ઞ દેશીકુશળ આખ્યાનકાર “પશુપતા કાત્ર પદ અહિં વાપરે એ બને નહિ. ઉક્ત ઉદાહરણમાં એક જ શબ્દ ભ્રષ્ટ છે. કઈ કઈ વખત તો ભષ્ટતા પદ્યબંધની રગે રગમાં વ્યાપી ગયેલી જોવામાં આવે છે." - + પદરચનાની ઐતિહાસિક આલોચના પૃ. ૫૩ ૧૦.
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy