SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી મનુભાઈ લલ્લુભાઇ જોધાણી એએ જાતના જન ભાવસાર અને વતની ખરવાળા ( ઘેલાશાહ ) ના છે. જન્મ પણ ત્યાંજ તા. ૨૮મી આકટોબર ૧૯૦૨ના રાજ થયા હતા. એમના પિતાનું નામ લલ્લુભાઇ નથુભાઈ જોધાણી અને માતાનું નામ જડાવબા જેસીંગભાઈ ખેલાણી છે. એમનું લગ્ન સન ૧૯૧૮માં વાગડ (તાલુકે ધંધુકા )ના શારદાગૌરી ગટારભાઇ રાણપુરા સાથે થયું છે. પ્રાથમિક શિક્ષણ બરવાળામાં અને માધ્યમિક લીંબડી જસવંતસિંહજી હાઇસ્કુલમાં લીધેલું. વળી શાળામાં પહેલા બીજો નંબર રાખતા તેથી દરેક પરીક્ષામાં ઇનામ મળેલાં. સન ૧૯૨૦થી તેઓએ બરવાળા ઇંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે કામ કરેલું; પણ સન ૧૯૩૦ માં સત્યાગ્રહની લડતમાં સરદારી લઇ જેલમાં ગયેલા તે વખતે તેમાંથી રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ જીવણલાલ અમરશી સાથે અમદાવાદની ક્ર્મમાં ( “ સ્ત્રીમેાધ ’ માસિકના મદદનીશ મંત્રી તરીકે ) જોડાયા છે. રણજીતરામ તરફથી પ્રાચીન શેાધાળ કરવાની તેમજ લોકસાહિત્ય એકઠું કરવાની એમને પ્રેરણા મળેલી અને એ ક્ષેત્રમાં કેટલાક સમયથી તેઓ ઉપયાગી કાય કરી રહ્યા છે, જેનાં કળા નીચે જણાવેલાં પુસ્તકારૂપે પારણુમ્યાં છે; અને સંગ્રહિત જીનું સાહિત્ય હજી એમની પાસે પુષ્કળ પડેલું છે. બુદ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ થયેલી એમની સૌરાષ્ટ્રના એલીઆએ ” એ લેખમાળાએ ધણાંનું ધ્યાન ખેંચેલું. હમણાં તેઓ ગુજરાતના પ્રાચીન શહેરા–વલ્લભી, મેાડાસા, રાણપુરા, ધંધુકા વગેરે ગામના ઇતિહાસ લખવામાં રેકાયલા છે. "" પ્રાચીન લાકસાહિત્ય અને વાર્તા; અને ઐતિહાસિક સંશાધન કાય માં જે થાડી ઘણી વ્યક્તિએ ગુજરાતમાં કામ કરી રહેલી છે, તેમાં એમને સમાવેશ થઇ જાય છે. તેએ વળી એમના જ્ઞાતિપત્ર “ ભાવસાર અભ્યુદય ’’ ના તંત્રી પણ છે. ૧૪૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy