SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી E 7 - મનુ હ. દવે. (કાવ્યતીર્થ) જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અને સિદ્ધપુરના વતની. જન્મ સિદ્ધપુરમાં તા. ૧૮-૯-૧૯૧૪ ને રોજ થયેલો. પિતાનું નામ હરગોવિંદદાસ લલ્લુભાઈ દવે અને માતુશ્રીનું નામ ગુલાબબાઇ. લગ્ન સન ૧૯૨૬માં સૌ. શાંતાગીરી સાથે વિચિત્ર સંજોગોમાં થયેલું. પિતા સિદ્ધપુરમાં ચેપડા બાંધવાની દુકાન કરતા ને “કાગદી” ઉપનામથી ઓળખાતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાંજ લીધેલું. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારથી સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે પ્રખર નૈયાયિક શાસ્ત્રીજી શ્રી જયદત્તજી પાસે જવા માંડેલું. તે અરસામાંજ માતાનું ભરણ થયેલું. મૂળથીજ સાહિત્યનો શેખ હોવાથી તેમણે શાસ્ત્રીજી પાસે માત્ર સાહિત્ય ગ્રંથનું અધ્યયન શરૂ કર્યું અને અંગ્રેજી પરીક્ષાઓની સાથે સાથે સંસ્કૃત પરીક્ષાઓ પણ આપવા માંડી. અંગ્રેજી ૬ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કલકત્તા સંસ્કૃત એસસીએશનની પ્રથમ, મેટ્રીકમાં હતા ત્યારે મધ્યમાં અને તે પછી એક વરસ અભ્યાસ કરી સન ૧૯૩૨માં “તીર્થ” પરીક્ષા પસાર કરી “ કાવ્યતીર્થ” ની પદવી મેળવેલી. એલ. એસ. હાઈસ્કુલ સિદ્ધપુરમાંથી મેટ્રીકની પરીક્ષા સન ૧૯૩૧માં સંસ્કૃતમાં ડીસ્ટીકશન સાથે પસાર કરેલી. મેટ્રીકમાં હતા ત્યારેજ ૬૦૦ લીટીનું ખંડકાવ્ય “ગ્રામજીવન” મંદાક્રાન્તા વૃત્તમાં લખેલું. કવિતા લખવાને શેખ તે છેક અંગ્રેજી ત્રીજા ધોરણમાંથી લાગેલે. આ પછી તેઓ વડેદરા કૅલેજમાં જોડાયેલા; પણ કૌટુમ્બિક ઉપાધિએને લઈને એક માસમાંજ ત્યાંથી છૂટા થઈ વડેદરા મેલ ટ્રેનિંગ કોલેજના ત્રીજા વર્ષમાં મેટ્રીક સીનીયર થવા ગયેલા. વડોદરામાં એક વરસ રહ્યા તે દરમિયાન તેમણે વડોદરા શ્રાવણ માસ દક્ષિણ પરીક્ષાની સાહિત્ય મધ્યમાં બીજે નંબરે પાસ કરી રૂ. ૩૩) નું ઈનામ મેળવેલું તથા “ મહારાણપ્રતાપ”, “કિશોરી,” બ્રહ્મર્ષિ-વિશ્વામિત્ર” “પતિતકાર” અને “યાદવાસ્થળી” નામના સ્ક્રીન ને અનુકૂળ ટકી–નાં નાટકો લખ્યાં; જેમાંનું “યાદવાસ્થળા” શ્રી મટુભાઈને “સાહિત્ય” માસિકમાં છપાશે. ૧૯૩૩માં તેઓ થર્ડ ઇયર ટ્રેન્ડ મેટ્રીક સીનીયર થયા અને મુંબાઈ ગયેલા. તેમને વિચાર ત્યાં “મેડીકલ-કેલેજ” માં જોડાવાનો હતો છતાં કૌટુમ્બિક અડચણોને લઈને સિદ્ધપુર પાછા ફરવું પડયું. ૧૪૨
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy