SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ છે. એણે પોતાના વિચારો એટલી બધી ગંભીરતાપૂર્વક ને સુવ્યવસ્થિત રીતે જાહેરમાં મુકવા જોઈએ કે જેને લઈને જનતાનું કલ્યાણ થાય.”x આ સબબથી ગુજરાતી સામયિક પત્રાનો પ્રશ્ન, તેની સંખ્યા, તેને પ્રચાર અને વિસ્તાર, તેની વિવિધતા અને ઉપયોગિતા, તેને વિકાસ અને ખિલવણી, તેની ઉણપતા અને મુશ્કેલીઓ વગેરે, એ દૃષ્ટિએ વિચારવાની અગત્ય મને જણાઈ. અક્ષરતા આજે નહિ જેવી છે; અને પત્રકારિત્વ તેની શક્તિ અને સાધનના પ્રમાણમાં અનેક પ્રકારની અડચણાની સામે ટક્કર ઝીલીને, ઠીક ઠીક વિસ્તરે છે અને વિકસે છે; અને જતે દિવસે આપણું સમાજમાં પૂર્વના આચાર્યો અને સ્મૃતિ કારોના જેવું તે મોભાવાળું અને બહોળી લાગવગ ધરાવતું જનતાના નેતૃત્વનું પદ પ્રાપ્ત કરે તે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. આ સંજોગમાં ગુજરાતી સામયિક પત્રની ચર્ચા ઉપયુક્ત થઈ પડશે. આ આખોય પ્રશ્ન અવલકવાનું સુગમ થઈ પડે, એટલા માટે સામયિક પત્રની જે યાદી આ ગ્રંથમાં અન્યત્ર છાપી છે તેને બે કેષ્ટકમાં વહેંચી નાંખી છે. (૧) તેના વિષયાનુસાર–બહુ વિસ્તૃત અર્થમાં–અને (૨) તેના વર્ષનુસાર. x દેશી મિત્ર-સુરત–તા. ૧૪ મી સપ્ટેમ્બર ૧૯૩૩.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy