SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીને આત્મકથન તેમાં નાહવા દેવાની મનાઈ હતી, તેની મને માહીતી ન હોવાથી, હું મારાં છેતી-અંગુઠો ધોવા જતો હતો એટલે ત્યાં ઉભેલા લેકેએ મને અટકાવ્યો કે એ કામ કરશે નહીં, સરકારના ગુન્હેગાર થશે ને શિક્ષા પામશે. નહાવું દેવું હોય તે બહાર પાણી ભરી લાવી તેમ કરે. શેલાપુરમાં બે ત્રણ દહાડા રહી પુને પાછો ગયે. ગણેશ ચતુર્થીના તહેવાર પુનામાં ઘણા વખાણવા લાયક થાય છે, તે જોઈ પાછો મુંબઈ ગયો ને રજા પુરી થતે નોકરી પર હાજર થશે. આ મુંબઈની મુસાફરી મિત્રોના મેળાપ સિવાય દ્રવ્યની બાબતમાં સારી નીવડી નહીં. શેરના વેપારમાં પાંચ હજાર ખરચ કર્યા તેમાં મુડી, થએલો નફે તથા બીજા ઘરના ભરતાં છુટકે થયો. આ વેપાર કરાવામાં મારા મિત્ર ગંગાદાસ કીશોરદાસની સહાયતા હતી. તેમને પણ નુકશાન થયું ને મારા પણ પૈસા ગયા. જોઈટ સ્ટોક કરપારેશનના પંદર શેર લીધેલા હતા, તેણે દેવાળું કાઢયું ને બીજા નવા કેલ શેરહોલ્ડરે પર દેવું વાળવાને કાઢયા. રૂપીઆ પંદરસો, કોલના ભરવા પડત પણ ગંગાદાસની તદબીરથી મારો છુટકે ત્રણસે રૂપીઆ ભરવાથી જ થયો હતો. સન ૧૮૬૫ના વરસમાં વિશેષ હકીકત નથી. સન ૧૮૬૬ના ફેબરવારીમાં મુંબઈ ઈલાકાના ડીરેકટર ઓફ ઇન્ટ્રકશન સર આલેકઝાંડર ગ્રાંટ બારોનેટની મુલાકાતને સારૂ ઈન્સ્પેક્ટરે તેડેલા માટે એક અઠવાડીઉં ત્યાં જવું પડેલું, તા. ૫ થી ૧૨ સુધી, અમદાવાદ આવી તેમણે કાંઈ વધારે કામ કર્યું નથી. ડેપ્યુટીઓને મળ્યા ને સાધારણ વાતચીત કરી, ખબર અંતર પુછી હતી. હું મળવા ગમે ત્યારે વરદી કહેવડાવવા છતાં મને બહાર થંભાવી રાખે, બીજીવાર જ્યારે ફરીથી ચીઠી સાથે વરદી મોકલી ત્યારે મુલાકાત થઇ. સન ૧૮૬૭ના વરસમાં ભરૂચ જીલ્લાનો સ્વતંત્ર ચાર્જ મી. પરાગજીને મળવાથી મારે તે તરફ જવાનું તથા તે નિશાળે તપાસવાનું બંધ થયું. ઈન્સ્પેકટરે મારો રીપોર્ટ માંગ્યો કે હવે પરાગજી સ્વતંત્ર રીતે કામ કરવાને લાયક થયો છે કે નહીં? મારા અનુભવ પ્રમાણે તે લાયક થયો છે, એવું લખવાથી મારી દેખરેખ નીચેથી તે નીકળી ગયા ને ઇન્સ્પેકટર સાથે હાબહાર લખાણ વગેરે કરવા માંડયું. ૫૫
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy