SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી શીખવવાને વખત આપ્યો હતે; મને ભૂમિતી સીનીયર સ્કેલને શીખવવાનું સોંપ્યું હતું. સન ૧૮૬૩ના સાલમાં ડિસેંબર માસમાં શુકલતીર્થની યાત્રા કરવા ગયું હતું. ત્યાં પણ રસલ સાહેબ આવી પહોંચ્યા હતા. સુરતથી અમદાવાદ ટ્રેનમાં જતાં ભરૂચના સ્ટેશન પર લોકોની ભીડ જોઈને ખબર કાઢી કે આજે શું છે? એ કહ્યું કે અહીંથી સાત કેસપર શુકલતીર્થ ગામમાં જાત્રા ભરાઈ છે ત્યાં સૌ જાય છે. તે પરથી પોતે પણ એક ગાડી કરી રાત્રે શુક્લતીર્થમાં ગયા ને ખળીમાં હવાલદારના માંડવામાં રાત્રે તેના ખાટલા પર સુઈ રહ્યા ને સવારે મેહેતાજીને તેડાવી મંગાવી દેવામાં નહાવા પડ્યા. તરવામાં ઘણું ખબરદાર હતા; મેળો તથા કારનાથનું દહેરું વગેરે જોઈ પાછા ભરૂચ આવી અમદાવાદ સિધાવ્યા હતા; એવા શોખીન માણસ હતા. મારો મેળાપ થયો હતો ત્યારે મને કહ્યું કે, નર્મ દામાં નાહી વિષ્ણુનાં દર્શન કરી પવિત્ર થ છું. સન ૧૮૬૪ ના વરસમાં વિશેષ હકીકત થેડીજ છે. તા. ૪ થી જુલાઈથી ત્રણ માસની હકની રજા લઈ હું મુંબઈ ગયો હતો. મનમાં લોભ એ હતું કે કોઈ સારી વધારે પગારની જગા બેંક કે મીલમાં મળે તે રહેવું, ને સરકારી નોકરી છોડવી. એવી લાલચ ઉત્પન્ન થવાનું કારણ મારા મિત્ર પ્રાણલાલ મથુરાદાસ તથા કેખશરૂ હોરમસજી આલપાઈવાળા તથા રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સરકારી નોકરી છોડી મોટે પગારે બેંકના મેનેજર થયા હતા. થોડા દહાડા મુંબઈમાં રહ્યા. પ્રેમચંદ રાયચંદને મળ્યા, તેમણે મને ત્રણ રૂપીઆની જગા કરાંચીમાં આપવા કહ્યું. પણ તે મને સારું લાગ્યું નહીં. પુને મારા મિત્ર મંછારામ નરભેરામને મળવા ગયો ત્યાં શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈની મુલાકાત થઈ. તેમણે મને એટલી જ શીખામણ દીધી કે, સરકારી નોકરી છોડી કઈ બેંકમાં રહેવાની લાલચમાં પડશે નહીં. થોડો પગાર મળે પણ સરકારી નોકરી સારી ગણવી. એ વાત મારા મન પર ઠસી તેથી વધારે પ્રયત્ન ન કરતાં હું મારા મિત્ર રા. સા. નારાયણભાઈની ભલામણ લઈ પંઢરપુરની જાત્રાએ ગયે, ત્યાંના માસ્તર તથા ફોજદાર તથા ડાકટર સાથે સારી મિત્રાચારી થઈ. તેમણે મને સિફારસ કરી શલાપુર જેવા મોકલ્યો. ત્યાંના ડાકટર નારાયણરાવ ઘણું હેતાળ હતા તેમને ઘેર ઉતર્યો. શેલાપુરમાં તે વખતે મેટું તળાવ હતું, તેનું પાણી લેકના પીવામાં આવતું, તેથી ૫૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy