SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર તથા બીજગણિત લખ્યા પછી યંગકૃત બીજગણિતનાં સમીકરણનાં મનેયત્ન જાતિ કરતા જણાયા હતા. તે વખતનાં રસાયનશાસ્ત્ર તથા સિદ્ધપદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન ઘણું સારું હતું. ભાષા તેમજ ગણિતમાં સારી માહીતી મેળવી હતી. દેશી રાગની પરીક્ષા ઘણી સારી હતી. ધર્મ સંબંધી વિચાર: લોકરૂઢી પ્રમાણે મૂર્તિપૂજા કરતા. ઘેર ઠાકોરજીની સેવા હતી તે રોજ જાતે કરતાં પણ તે સંબંધી વિચાર સુધરેલા હતા, એટલે એક ઈશ્વરને માનનારા, જાદુ જંત્ર મંત્ર તંત્રને ધીકારતા ને ખોટું માનતા. સુરતમાં દુરગારામ મહેતાજીએ જ્યારે જાદુ ખોટું છે, કેટલીક રૂઢીએ ઘણું બેટી છે વગેરે બતાવવાના સંબંધમાં માનવધર્મસભા સ્થાપના કરી હતી તે વેળાએ તેમાં એ જાતે આગેવાની ધરાવતા તે સભામાં જતા ને વાદવિવાદમાં ઘણો ભાગ લેતા. સુરતમાં પ્રથમ શિલાછાપ કાઢવામાં, પુસ્તક પ્રસારક મંડળી સન ૧૮[ ] માં સ્થાપન થઈ તેમાં પણ એ એક ભાગીઆ હતા. ને સઘળી વાતની સુઝ પાડતા. સુરતમાં એ વખત પાંચ સુધારાના અગ્રેસર ગણાતા. એટલે દીનમણીશંકર, દુરગારામ, દાદોબા, દોલતરામ ને દામોદરદાસ એ પાંચની ટળી હતી; પણ તેમને અંદરખાનેથી સુઝ સમજ આપનાર રણછોડદાસ હતા. જાતે કમસુકન હોવાથી ભાષણ કરવામાં આગેવાન થતા નહિ પણ અંદરખાનેથી સારા વિચાર બતાવતા તથા મદદ આપતા. સુરતમાં જેમ વિદ્યામંડળમાં આગેવાની ધરાવતા તેમજ મુંબઈમાં પણ પ્રથમ જ્ઞાનપ્રસારક સન ૧૮૪૮માં સ્થાપન થઈ, તેમાં રણછોડદાસ પહેલા પ્રમુખ થયા હતા. મોહનલાલ રણછોડદાસ [ સંપાદકઃ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી.] મહારા મુરબ્બી કાકા રા. મનમોહનદાસ રણછોડદાસ જેડે આ જીવનચરિત્રના વિષય સંબંધી હારે વાતચીત થતાં હેમનું કહેવું એવું થએલું કે આ મુજબ કાંઈ નહિ તે સંક્ષિપ્તરૂપે પણ મહારા પૂજ્ય દાદાનું ચરિત્ર લખવાનો પહેલો વિચાર મહારા પિતાના મગજમાં મૂકનાર સ્વર્ગસ્થ રા. ઝવેરીલાલભાઈ ઉમીયાશંકર યાજ્ઞિક હતા. મુંબઈમાં જ્યારે સન ૧૮૮૯માં કોંગ્રેસને સમયે હારા પિતા આવેલા ત્યારે રા. ઝવેરીલાલભાઈ જોડે હેમને ઉપર મુજબ વાતચીત થયેલી. ગુજરાતની કેળવણીના પિતા તરીકે રા. રણછોડદાસનું નામ હજુ ગુજરાતમાં પ્રસિદ્ધ છે. એ કેળવણીને પાયે ૨૩
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy