SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી સ્વભાવે દયાળુ ને માયાળ, ન્યાયી, પ્રમાણિક, સંતોષી, ખોટા આડંબરને તિરસ્કાર કરનાર, બુદ્ધીમાન, વિચક્ષણ, નિસ્પૃહી, સત્યવચન વદનાર, પરોપકારી પિતૃભક્તિભાવનાવાળા હતા. આ પ્રત્યેક ગુણ વિશે વધારે વિવેચન ન કરતાં એટલું જ કહેવું ઘટીત છે કે દયા પ્રીતિ વાજબીપણું અને પ્રમાણિકપણું એ ગુણોને લીધે લાંબી મુદત સરકારી નોકરી કરવા છતાં પણ કદી ઠપકાપાત્ર એ પુરૂષ થયા નથી. તાબાનાં માણસે તેમજ જેની સાથે સમાગમ થએલો તે બધા એમના પર ઘણુંજ હેત રાખતા. એ પ્યાર મેળવવાને ઉપલા ગુણની આવશ્યકતા છે જ. એમના ઉપરી સાહેબ લોકે જે ઘણા ઉગ્ર સ્વભાવના ગૃહસ્થ હતા– જેવા કે કરનલ જરીસ, અને ડાક્તર હારકને તે પણ એમના કામથી રાજી થતા તથા એમની ભલામણ માન્ય રાખતા. જે પ્રમાણિકપણું ન હોય તો તે લેકે પત કરે નહિ. સંતેષગુણનું પ્રદરશન સેહેજ દીઠામાં આવે છે. કેટલાક મિત્રોની તથા પોતાના પિતાની સૂચના છતાં પણ વધારે પગાર મેળવવા પ્રયત્ન કરેલો નહીં. એ વખતમાં એમના જેટલી વિદ્વત્તાવાળા પુરૂષો અંગરેજ સરકારને બેસતે અમલે સારી પદ્ધીની ને પગારની જગા સેહેજ મેળવી શકે તે છતાં ચાળીશના પગારથી વધીને એંસી મળ્યા કે તેમાંજ આનંદ પામી નેકરી મુક્તાં લગી પિતાનું કામ નિરવિને બજાવ્યું. એ બનવાનું કારણ કદાપિ એવું હોય કે સ્વતંત્રતાની સાથે એ નોકરીમાં પ્રપંચ ભાવ કરવો ન પડે એવું હતું તેથી પણ એ જગા પર રહ્યા હોય. ગમે તેમ હોય પણ એ પરથી એટલું તે સિદ્ધ થાય છે કે એ ફળ સગુણોનું છે. વિદ્યા સંપાદન ઘણે શ્રમે કરી હતી. પોતે હિંદુસ્તાની એટલે પુરબી ભાષા સારી સમજતા. દાદુપથી સાધુઓના ગ્રંથે ઘણી સારી રીતે વાંચીને સમજી શકતા. ઉરદુ ફારસીનું પણ કીંચીત જ્ઞાન સારા મુનશી મોલવીની સેબતથી મળેલું. મુંબઈ ગયા પછી મરાઠી ભાષાને અભ્યાસ સારો થયો ને ઘણાં પુસ્તકોનું ભાષાંતર ગુજરાતીમાં કર્યું. અંગરેજી ભાષાનાં મૂળતત્વ ભરૂચમાં સંપાદન કર્યા પછી મુંબઈમાં અંગરેજ ગૃહસ્થના સમાગમથી તેમજ સારા વિદ્વાન નેટીવ ગૃહસ્થ જેવા કે હરી કેશવજી, કાશીનાથ છના સહવાસથી જ્ઞાન વધેલું તેમજ અંકગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરેને પણ સારો અભ્યાસ કરેલો જણાય છે, કારણ હનકૃત અંકગણિત
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy