SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી કાઢવાને નિયમો ઠરાવ્યા, નિશાળોમાં ફી દાખલ કરી–એ વગેરે ઘણો ફેરફાર કર્યો. બોરડે ગુજરાતી કેળવણીની સાથે અંગરેજી કેળવણી આપવાની શાળાઓ પણ કાહારી. સરકાર અમુક રકમ આપે તેમાંથી તથા લોકની આતુરતા હોય તો તથા મકાન-કંટીજટ ઠરાવેલી ફી એટલું આપે તે બોરડ ગુજરાતી તથા અંગરેજી સ્કૂલો સ્થાપન કરતી. તે બોરડના હાથમાં કારભાર આવ્યાથી કેળવણીને પ્રસાર વધારે થવા લાગે. પુસ્તક રચનારને ઉત્તેજન મળવા લાગ્યું એટલે ઈતિહાસ-ભૂગોળ-વ્યાકરણ–વગેરે નવાં નવાં પુસ્તક થઈ બહાર પડવા લાગ્યાં. નકશાનું પુસ્તક તૈયાર થયું. એટલે કેળવણીનો પ્રચાર ઘણે થવા લાગે, એટલે વધારે શિક્ષકોનો ખપ જાગ્યો. તેથી મુંબઈમાં મરાઠી અને ગુજરાતી એવા બે નોરમલ કલાસ કાઢયા. પાંચ રૂપીઆને પગાર વિદ્યાર્થીઓને સરકારથી મળતું ને રહેવાનું સ્થળ. એ કલાસ સન ૧૮૪૫ માં સ્થાપન થયો માટે બારડે રણછોડદાસને પાછા મુંબાઈ તેડાવ્યા ને નેરમલ કલાસના સુપરીટેન્ડન્ટ બાળગંગાધર શાસ્ત્રી હતા તેમના હાથ તળે મદદગાર બનાવ્યા. બોરડ ઓફ એજ્યુકેશન સ્થાપન થયા પછી એટલે સન ૧૮૪રમાં પ્રોફેસર એરલીબાર સાહેબને ગુજરાતની નિશાળોની પરીક્ષા લેવાને સરકારે ઠરાવ્યા. તેમણે ગુજરાતની નિશાળો તપાસવાનું શરૂ કર્યું. તે વેળા રણછોડદાસને સાથે રાખી તેઓ અમદાવાદ, ખેડા, ભરૂચ, ને સુરત જીલ્લાની તમામ નિશાળની પરીક્ષા લઇ મુંબઈ ગયા. ત્યારબાદ સન ૧૮૪૦ થી ગુજરાત ખાતે એક સુપરીન્ટેન્ડન્ટ નીમાયો, ને તે જગા પ્રથમ માસ્તર ઓરલીબારને મળી. પણ તે તેમને અનુકૂળ ન પડવાથી થોડી મુદતમાં રાજીનામું તેમણે આપ્યું. એટલે પ્રોફેસર હારકેનસની નીમણુંક થઈ. તેમના હાથ નીચે એક પચીસ રૂ. પગારના કારકુન અને ગુજરાતના ઇન્સ્પેકટર રણછોડદાસને સેયા. એમને હસ્તક બે કામ હતાં. એટલે એલફન્સ્ટન કોલેજમાં ભણાવવાનું તેમજ શિઆળીની મોસમમાં ગુજરાતની નિશાળોની પરીક્ષા લેવાનું. રણછોડદાસને ગુજરાતમાં જ રહેવાનું હતું. હેડક્વાર્ટર ભરૂચ કે સુરત જ્યાં ફાવે ત્યાં કરે. સુપરીન્ટેન્ડન્ટને પગાર રૂ. ૧૦૦) તથા મુસાફરી નીકળે ત્યારે જે ખરચ થાય તે આપતા, એટલે ગાડી તથા ગાડાનું ભાડું. એ પ્રમાણે સન ૧૮૪૫ લગી કારોબાર ચાલ્યો ને વધારે માસ્તરોનો ખપ પડવાથી નેરમલ કલાસ સરકારે મુંબઈમાં કાહાડી ત્યારે ત્યાં–મુંબઈમાં-ભણાવાના કામ પર એમને જવું પડયું.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy