SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. પાસ થવાથી તેમને ઈનામા તથા ‘ફૅાલરશિપ’ મળતાં. મેટ્રિકયુલેશનની પરીક્ષા ૧૮૭૬ ની સાલમાં પાસ કરી તેએ મુંબાઈની એલ્ફીન્સ્ટન કાલેજમાં દાખલ થયા. તે વખતે એલ્ફીન્સ્ટન કાલેજનું મકાન ભાયખળે હતું. તેઓ ત્યાં રેસિડન્સી'માં રહેતા. તેમના સહાધ્યાયીઓમાં રા. મણિભાઇ નભુભાઇ દ્વિવેદી, રા. નરસિંહરાવ ભેાળાનાથ દિવેટીઆ, રા. છગનલાલ હરિલાલ પંડયા, રા. છગનલાલ ઢાકારદાસ મેાદી, મી. કરીમઅલ્લી નાનજીઆણી, સ્વ. શ્રીધર રામકૃષ્ણે ભાંડારકર વગેરે હતા. તે મંડળમાંથી રા. મણિલાલ સર્વ કરતાં વધારે વાંચતા. તેમની અભ્યાસપદ્ધતિ વ્યવસ્થિત તથા નિયમસર હતી. જે વિષય ચાલતા હોય તે સંબંધી અનેક પુસ્તકા વાંચી, તેમાંથી ઉતારા વગેરે કરી, તેઓ પોતે હાથે જ નેટસ' કહાડતા અને તે એવી ઉત્તમ ગણાતી કે સર્વ વિદ્યાર્થીઓ તે વાંચવાને માગી લેતા. અહિં કાલેજમાં કેશવલાલને સંસ્કૃતના સારા અભ્યાસ કરવાની વિશેષ તક મળી, તે સમયે અભ્યાસકાળ ત્રણ વતા હતા અને પરીક્ષાએ એ હતી–એક એક્.ઇ. એ. (ફર્સ્ટ એકઝામિનેશન ઇન આર્ટ્સ) અને ખીજી ખી. એ., એક્. ઈ. એ. માં ૧૮૭૮ ની સાલમાં બીજા વર્ગોમાં તેએ પાસ થયા. ૧૮૮૦ની સાલમાં તેઓને ખી.એ; ની પરીક્ષામાં જવાનું થાત પરન્તુ મંદવાડને લીધે જઇ શકયા નહિ. ૧૮૮૧ ની સાલમાં સ્વ. ત્રિભુવનદાસ કલ્યાણુદાસ ગજ્જર, તથા શ્રીયુત ચિમનલાલ હરિલાલ સેતલવાડ વગેરે તેમના સહાધ્યાયીએ થયા. શ્રીયુત કેશવલાલનું સંસ્કૃત જ્ઞાન બહુ સારૂં હોવાથી તે બે જણા તેમની સાથે સંસ્કૃત વાંચતા. નવાઈની વાત એ છે કે સાહિત્યમાં અત્યંત પ્રીતિવાળા હેાવા છતાં કેશવલાલે પેાતાના ઐચ્છિક વિષય તરીકે ગણિતશાસ્ત્ર લીધું હતું. ખી. એ; માં તેમની પાસે કાદંબરીનું છાપેલું પુસ્તક ન હેાવાથી પેાતાના મેટાભાઈવાળું હસ્તલિખિત પુરતક (manuscript) તે વાપરતા, જેના ઉપયેાગ પછીથી પીટસને પોતાની કાદંબરી છપાવવામાં કર્યો હતા. પ્રેા. રામકૃષ્ણે ગેપાળ ભાંડારકરની કેશવલાલ ઉપર બહુ પ્રીતિ હતી, અને તેમના સંસર્ગથી કેશવલાલને સંસ્કૃત ઉપર અત્યંત આસક્તિ થઇ. તેમના સમયમાં પ્રે।. દસ્તુર તથા જસ્ટિસ ચન્દાવરકર કાલેજમાં દક્ષિણા ફેલેા હતા, અને મેરેટ સાહેબ અંગ્રેજી સાહિત્યના પ્રેાફેસર હતા. પ્રે. એરેટને કેશવલાલના Patriotism ( દેશભક્તિ ) ઉપરના અંગ્રેજી નિબંધ બહુ પસંદ પડયા હતા, અને તે માટે તેમણે વર્ગોમાં કેશવલાલની પ્રશ'સા કરી ૨૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy