SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. ઘણી અસર થઈ છે. “કેશવ-હરિનું જોડલું” આપણું સાહિત્યના ઇતિહાસ ગગનમાં સર્વદા જવલંત તિથી પ્રકાશશે એ નિઃસંશય છે. એમણે એક વખત વાતચિતમાં કહ્યું હતું, કે “મહારામાં જે કાંઈ ગુણ હોય તે મહારા ભાઇને લીધે જ છે મૂળથીજ કાંઈ સ્વયં વિચાર કે અપૂર્વ બુદ્ધિ (originality) મહારામાં નહિ–હું તો માત્ર અનુકરણ કરવામાં કે કોઈ બતાવે તે કરવામાં સમજું. મહારા ભાઈ સર્વ બાબતમાં મહારા પ્રોત્સાહક અને માર્ગદર્શક હતા. હું તો એમની પાછળ ખેંચાતો જાઉં એટલું જ.” અતિશય ઉત્સાહ અને ત્વરા એ હરિલાલનાં પ્રધાન લક્ષણ હતાં, અને એ ઉભયના સહગામી તથા અનુગામી ગુણ અને દોષ બંને તેમનામાં હતાં. તેમણે પિતાના ઉત્સાહી યુવકમિત્રોના સાહાટ્યથી “સત્ય માર્ગદર્શક સભા” એ નામનું એક મંડળ સ્થાપ્યું હતું. વળી તેમના નાનકડા મિત્રમંડળ તરફથી મુખપાઠને માટે માંહોમાંહે ઇનામ અપાતાં, ને તેમાં કેશવલાલ પણ હરિફાઈ કરતા. મુખપાઠ કરવાની પદ્ધતિને લીધે તેમની સ્મરણ શક્તિને બહુજ સારી કેળવણી મળી, અને તેને માટે તેઓ તેમના ભાઈને આભારી છે. તે મિત્રમંડળ તરફથી કોઈ કોઈ વખત નાટક પણ ભજવાતાં. એક વખતે તેઓએ શકુન્તલા' નાટકનો પ્રયોગ કર્યો હતે. સંક્ષેપમાં, તેમના મોટાભાઈની અનેક દેશીય પ્રવૃત્તિઓથી તેમના ઉપર બહુ અસર થઈ હતી. કુમળી વયમાંથી વિદ્યા તથા સાહિત્યના વાતાવરણમાં ઉછરેલ બાળકને તે વિષયો ઉપર અભિરુચિ અને આસક્તિ થાય તેમાં શું આશ્ચર્ય ? તેમના ભાઈની અનેક પ્રકારની ઉંડી અસર ઉપરાંત અન્ય મહાન પુરુષોની તથા સંસ્થાઓની પણ તેમના ઉપર અસર થઈ હતી. પિતાના ભાઇનું જોઈને સંસ્કૃત સાહિત્ય ઉપર તથા પ્રાચીન ધળ ઉપર અભિચિ તે થઇજ હતી; તે અભિરુચિમાં આર્ય સમાજના આદ્ય પુરુષ સ્વામીશ્રી દયાનંદ સરસ્વતીનાં ઉત્સાહમય વ્યાખ્યાનોથી અત્યંત વૃદ્ધિ થઈ. તેઓ જ્યારે અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સ્વામીશ્રી અમદાવાદમાં પધાર્યા હતા અને ત્યાં તેમનાં જુસ્સાદાર વ્યાખ્યાનોએ ઘણાજ ખળભળાટ કરી મૂક્યો હતો. કેશવલાલ પણ તેમનાં વ્યાખ્યાન સાંભળવા નિત્ય જતા. સ્વામીશ્રીના તે વ્યાખ્યાનેથી કેશવલાલભાઈ ઉપર દેશભક્તિની બાબતમાં તથા ધર્મવિચારની બાબતમાં સ્થાયી અસર થઈ હતી. આ ઉપરાંત તેઓનું વિદ્યાર્થીજીવન અત્યંત ઉજજવલ હતું ને તેઓ દર વર્ષે પરીક્ષામાં ઉંચે નંબરે ૨૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy