SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન વળી રાજદ્વારી કેદીઓએ જેલસત્તાના અઘટિત અને સખ્ત વર્તન અને અંકુશ વિરુદ્ધ વિરોધ રૂપે ઉપવાસ આદર્યો, તેમાં જતીન્દ્ર બાબુનું મૃત્યુ થયું; એથી દેશ વધારે ખળભળી ઉઠ્યો. એવામાં ઈંગ્લાંડમાં કામદાર વર્ગ–labour party અધિકારપર આવ્યો. ચોથી તરફ સાયમન કમિશન અને એઈજ ઓફ કન્સેટ કમિશન -સંમતિ વય કમિટીને કાર્યક્રમ ચાલુ હતા, તેની ધમાલમાં વળી હીટલી કમિશન, પછાત કોમ સુધારણે તપાસ કમિટી અને બેન્કીંગ ઈન્કવાયરી કમિટીથી વિશેષ ઉમેરો થયો. પાંચમી બટલર કમિટીના રીપેટથી રાજા મહારાજાએ વિચારમાં પડી ગયા, અને તેમના તરફથી ઈગ્લાડ ડેપ્યુટેશન મોકલવા તેઓ અધીરા થઈ રહ્યા. છઠ્ઠી તરફ નેહરૂ રીપેર્ટમાંના કમી પ્રતિનિધિતત્વનો ભાગ મુસલમાન બિરાદરો અને હાની કેમો, જેવી કે શિખ વગેરેને પસંદ ન પડવાથી એ રીપેર્ટ ખોરંભે નંખાયો; અને જાણે કે આ બધી ચળવળ, ધમાલ, મને વ્યગ્રતા અને ચિંતા પુરતાં ન હોય તેમ અસ્પૃશ્ય જાતિના બંધુઓએ મંદિર પ્રવેશ માટે સત્યાગ્રહ શરૂ કર્યો. દેશનું રાજકીય વાતાવરણ વર્ષારંભથી તંગ, ઉશ્કેરાયેલું અને ઝટ ભભુકે લઈ ઉઠે એવી તપ્ત સ્થિતિમાં હતું તેમાં ઉપર નેંધાયેલા બનાવોથી વિશેષ બેચેની અને અજંપો ઉપસ્થિત થઈદેશને મામલો વધારે ગંભીર અને કઠિન બની રહ્યો. તેના નિવારણ અર્થે અને ફરી શાનિત વ્યાપે એ હેતુથી હિંદી રાજકીય સુધારાનો પ્રશ્ન ચર્ચવાને નામદાર વાઈસરોય લોર્ડ ઈર્વિને Round Table Conference-સર્વ પક્ષની પરિષદ–ભરવાનું જાહેર કર્યું; તદર્થ ડિસેમ્બર મહિનાની અધવચમાં તેના કાર્યક્રમ સંબંધી સમજુતી કરવા પાંચ અગ્રેસર હિંદીઓનું એક ડેપ્યુટેશન મહાત્માજીની સરદારી હેઠળ વાઈસરોયની મુલાકાતે ગયું; પણ રાજકીય સુધારાની ચર્ચામાં સંસ્થાનિક સ્વરાજ્યના બંધારણના પ્રશ્નને મુખ્ય અને મહત્વનું સ્થાન આપવા પરત્વે મતભેદ ઉપસ્થિત થતાં, સઘળી બાજી પલટાઈ ગઈ; સમાધાનીની આશા વ્યર્થ ગઈ અને છેલ્લી લાહોર કન્ટેસે સંપૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો એટલું જ નહિ, પણ સરકારે લોકમત અને લોક લાગણીને અવશ્ય
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy