SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું થંચ પ્રકાશન તરફથી આપેલા વાર્ષિક વ્યાખ્યાનમાં, જેમના નામ પરથી આપણો દેશ ગુજરાત કહેવાય છે, તેમના મૂળ નિવાસસ્થાન વિષે જાણવા જેવી હકીકત પૂરી પાડી છે. પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૧લામાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ આબુ પરના ઉત્કીર્ણ લેખોને સંગ્રહ કર્યો છે. સ્વર્ગસ્થ દેવશંકર વૈકુંઠજી ભટ્ટનું સિહોરની હકીકત, તેમ પારસી પ્રકાશ ભા. ૩ અને દરબારે અકબરી એ બધાં પુસ્તક ઇતિહાસના અભ્યાસીને ઉપકારક થાય એવાં છે. સેરઠી બહારવટીઆ ભા. ૨-૩ બહાર પાડી શ્રીયુત મેઘાણીએ આપણા દેશમાં બ્રિટિશ અમલ પૂર્વે, પોતાનો વિરોધ દર્શાવવાને ગ્રહણ કરવામાં આવતી બહારવટાની પ્રથા અને એ લોકના નેકટેક અને શિરસાટાનાં સાહસ-જેમના માટે જનતામાં એક પ્રકારનો ભય તેમ પક્ષપાત છે, -નાં વૃત્તાંત સારી માહિતી મેળવી, રસિક રીતે વર્ણવ્યાં છે, તેનું વાચન રસપ્રદ નિવડી, સાહસ અને શૂરાતન માટે જુઓ ને તે માટે માન અને પ્રશંસાની લાગણી પેદા કરશે. દેશમાં રાજકીય હિલચાલ માટેની લાગણું હમણાં હમણાં ખૂબ અને ચારે દિશામાં પ્રકટી ઉઠી છે, તેના પરિણામે એ વિચાર રાજકીય સાહિત્ય અને લાગણીને ઉત્તેજે અને બળ આપે એવું નવું સાહિત્ય તૈયાર થાય જ, અને તે ક્ષેત્રમાં અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ, અરાદ્ધસે સત્તાવનના બળવાની બીજી બાજુ (મી. થેમ્સનના The other side of the medalના સારરૂપ અનુવાદ), ઈટાલીન મુકિતયજ્ઞ અને મિસરને મુક્તિસંગ્રામ એ મુખ્ય છે. જેઓ નાત જાતના ઇતિહાસમાં રસ ધરાવે છે, તેમને રા. ધનપ્રસાદ મુનશી રચિત “ભાર્ગવ બ્રાહ્મણોનો ઇતિહાસ” એ પુસ્તક જેવા વિચારવા જેવું છે. આજકાલ આત્મવૃત્તા, સ્મરણ ચિત્રો, નેંધપોથી પુષ્કળ લખાય –છપાય છે; તેથી ચાલુ અને પાછલે ઇતિહાસજીવનચરિત્ર બનાવો વિષે આપણને ઘણું નવું જાણવા વિચારવાનું મળે છે; પણ તેમાંના ઘણાખરામાં સ્થાયી અને તાત્ત્વિક અંશે ઝાઝા નહિ મળી આવે. તેની અસર–રસ તાત્કાલિક જ માલુમ પડશે. પરંતુ મહાત્મા ગાંધીજીનું સત્યના પ્રયોગો-આત્મવૃત્તાંત, જેમ તે ગુજરાતી જનતા માટે એક કિમતી ભેટ-વારસે છે, તેમ સાહિત્ય જગતમાં તેનું સ્થાન ઉંચું અને અનોખું રહેવાનું અને કેટલાંક ચિરસ્થાયી આત્મકથને, જેવાં કે Confessions of st. Augustine, Russ ૧૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy