SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ એ જાતે ઔદિચ્ય બ્રાહ્મણ, શિહેાર સંપ્રદાય, ગાહિલવાડી વિભા ગના છે. એમના પિતાનું નામ મગનલાલ જયાનંદ ભટ્ટ અને માતાનું નામ ગામતી-હેન કકલભાઇ છે. એમને જન્મ ભાવનગર રાજયમાંના ઉમરાળા ગામમાં તા. ૨૦ મી માર્ચ ૧૮૯૮ ના રાજ થયા હતા. પ્રાથમિઃ ચાર ધારણના અભ્યાસ પોતાના વતન ગામ ઉમરાળામાં કર્યાં હતા; અને માધ્યમિક ઇંગ્રેજી કેળવણી પહેલા ત્રણ ધારણા અમદાવાદ, ચેાથુ ધેારણુ જુનાગઢ, પાંચમાથી સાતમું ધેારણ અમરેલી હાઇસ્કુલમાં અને ત્યાંથી સન ૧૯૧૬ માં તેમણે મેટ્રિકયુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ભાવનગર સામળ" દાસ કાલેજમાં તેઓ દાખલ થયલા અને એજ કૅાલેજમાંથી સન ૧૯૨૦ માં સંસ્કૃત અને ઈંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષયા લઇને ખી. એ. ની પરીક્ષા પાસ કરી હતી. એમ. એ., માટે મુંબાઈ જને છ એક માસ અભ્યાસ કરેલા પણ તે અરસામાં મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળે એમના વિચાર અને ભાવના પર ઉંડી અસર રેલી; અને ત્યારથી એમના જીવનમાં માટું પરિવર્ત્તન થયું હતું. સન ૧૯૨૪ના ફેબ્રુઆરીમાં તેઓ ભરૂચ કેળવણી મંડળમાં આજીવન સભ્ય તરીકે જોડાયા; અને ત્યાં એ* સાચા સેવાભાવી શિક્ષક તરીકે પ્રતિષ્ટા પાડી હતી; પણ પાછળની એ મંડળના શિક્ષણક્રમમાં અહેાળા ફેરફાર કરવામાં આવ્યા ત્યારે એએ તેમાંથી છૂટા થઇ “ કામુદી સેવકગણ”માં સાહિત્યસેવાની વૃત્તિથી જોડાયા. તે પૂર્વે એમણે ભરૂચ કેળવીમંડળ માટે ગદ્ય નવતીત' નામનું આપણા સાહિત્યમાંથી ઉત્તમ ગદ્યના નમુનાનું પુસ્તક સન ૧૯૨૬ માં સંપાદિત કર્યું હતું, જે જોતાં, એમા આપણા સાહિત્યના અભ્યાસ અને અવલેાકન કેટલું વ્યાપક અને ખારીક છે, તે સહજ સ્પષ્ટ થાય છે. ભરૂચ હતા એ દરમિયાન એમણે વસન્ત''માં ઈંગ્રેજી શબ્દોના પર્યાય આપણા શિષ્ટ લેખકેાએ ગુજરાતીમાં યેાજેલા તેને એક સંગ્રહ કરી, વધુ ચર્ચા અને વિવેચન માટે લખી મેાકલેલે, તેની ઉપયેાગિતા સાએ સ્વીકારેલી. તે પરથી એક પારિભાષિક શબ્દકૈાષ તૈયાર કરી આપવાનું કા ગુ. વ. સાસાઈટી તરફથી એમને સોંપાયું છે અને તે પુસ્તક હાલમાં છપાય છે. કામુદીગણુની આર્થિક સ્થિતિ તંગ થઇ પડતાં, તેએ તેમાંથી છૂટા થયલા અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી જોડણી કાષના કામાં મદ ૧૮૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy