SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી સમજાશે. સન ૧૯૨૯માં ખેડા જીલ્લામાં સત્યાગ્રહ શરૂ કરવામાં આવે, ત્યારે તેમણે પ્રથમ જ તે સામે પિતાને વિરોધ દર્શાવેલો; પરંતુ તે સાથે જમીન મહેસુલ સંબંધમાં ઈગ્રેજીમાં સંખ્યાબંધ લેખ લખી મોકલી, ખેડુતપક્ષનું પોતે સમર્થન કર્યું હતું. તે પછી તેઓ રાજકીય ક્ષેત્રમાંથી અલગ પડી જઈ, સાહિત્ય અને ધર્મના અભ્યાસમાં મચા રહ્યા, જેના પરિણામે તેઓ ગીતા, ઉપનિષદુ અને બ્રહ્મસૂત્રોને ગુજરાતીમાં અનુવાદ કરવાની સાથે તે પર “જ્યોતિ” નામની સ્વતંત્ર ટીકા લખવા શક્તિમાન થયા હતા. તે પૂર્વે એમણે પિતાને કાવ્યસંગ્રહ “કુસુમાંજલિ” એ નામથી છપાવ્યો હતો; અને સીલીકૃત ઇગ્રેજી રાજ્ય વિસ્તાર-Expansion of England એ જાણીતા પુસ્તકનું ભાષાંતર ગુ. વ. સોસાઈટી માટે કરેલું છે, તે હવે પછી છપાશે. કવિ કાલિદાસના સુપ્રસિદ્ધ “શકુન્તલા”ને જોઈએ તે સારા અને ભાવવાહી અનુવાદ થયો નથી, એવી માન્યતાથી તેમણે સન ૧૯૧૫ માં તેને નવેસર ગુજરાતીમાં ઉતાર્યું હતું. એમના ગ્રંથોની યાદી વૈદેહી વિજય ૧૮૯૯ ક્ષાત્રપાળ કાવ્ય [મહારાણા પ્રતા૫] ૧૯૦૯ કુસુમાંજલિ (કાવ્યસંગ્રહ) ૧૯૦૯ કાવ્યર્થ પ્રદિપ [ “સુદર્શનમાં પ્રકટ થયેલું ] ૧૯૧૦ શિક્ષકનું કર્તવ્ય (નિબંધ) ૧૯૦૭ સ્વદેશી હિલચાલ( , ) ૧૯૦૮ અભિજ્ઞાન શાકુંતલ (ભાષાંતર) ૧૯૧૫ Studies in Land Revenue and Economics. ૧૯૨૫ ભગવદ્ ગીતા-જ્યોતિ ૧૯૨૭ ઉપનિષદ તિ ભા. ૧ લે ૧૯૨૯ છે , ભા. ૨ જે ૧૯૨૯ બ્રહ્મમીમાંસા જ્યોતિ [ છપાય છે.] • અમને નેધતાં ખેદ થાય છે કે પ્રસ્તુત ગ્રંથ છપાઈને બહાર પડે તે આગમચ તા. ૧૬ મી માર્ચ ૧૯૩૦ ને રવિવારે એમનું અવસાન થયું છે. ૧૪૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy