SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મગનભાઇ ચતુરભાઇ પટેલ મગનભાઇ ચતુરભાઈ પટેલ જાતે પાટીદાર; નડિયાદના વતની. એમનેા જન્મ સન ૧૮૭૬ માં નાંડયાદમાં થયલા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં જ લીધેલું અને કૅલેજ કેળવણી વિલસન અને ખરેડા કાલેજમાં મેળવેલી. તેઓએ સન ૧૮૯૮ માં ખી. એ; ની પરીક્ષામાં પાસ કરી, સન ૧૯૦૦ મ એલ એલ. ખી; ની પરીક્ષા આપી હતી. આના રીઝલ્ટ માટે રાહ લેતા હતા, એવામાં સન ૧૮૯૮-૯૯ ના દુકાળમાં રેવન્યુ નાકરાએ કરેલા અત્યાચારા સંબંધમાં તપાસ કરવા કમિશન નિમાયું, તેમાં સ્વસ્થ સર ગેાકળદાસની મદદે તેએ ગયા, ત્યારથી એમના જાહેર જીવનની રાઆત થાય છે. સન ૧૯૦૧ માં તેએ અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા અને અહિં પ્રથમ વાર ફ્રાન્ગ્રેસ ભરાઈ (૧૯૦૫) ત્યારે એમણે બહારગામ જઇ નાણાં ઉઘરાવવામાં તેમજ ખીજા કાર્યોંમાં સારી મહેનત ઉડાવી હતી; અને તે સમયથી અમદાવાદનું જાહેરકામ કાઈ એવું નહિ ડાય કે જેમાં મગનભાઈના હાથ કે હાજરી નહિ હોય. તેઓ એક સારા વક્તા હતા, તેથી શ્રાતા પર સારા એમના પ્રભાવ પડતા અને એમના વ્યાખ્યાનની પણ તેમના પર ઉંડી અસર થતી જણાતી. એ અરસામાં દેશમાં સ્વદેશીનું મેાજું ફરી વળ્યું, તેમાં આગેવાનીભર્યાં ભાગ લીધેા; રવદેશી સ્ટેાસ કાઢવામાં સારી મદદ આપી; અને લેાકલાગણી તગૃત કરવા અને કેળવવા કાવ્યા લખવા માંડયાં, જેમાંનું ‘ એક દિન એવા આવશે ' એ નામનું કાવ્ય. બહુ પંકાયું હતું અને ક્ષાત્રપાળ–રાણા પ્રતાપ વિષેનું આખું કાવ્ય પણ પ્રશંસા પામ્યું હતું. સ્વદેશી હિલચાલમાં તેએ અગ્રેસરભર્યાં ભાગ લેતા હતા તેથી સર. કાર પણ એમના પ્રતિ સંશયની નજરે જોતી હતી. તેએ એક સાચા અને શુદ્ધ દેશભક્ત હતા, એમ એમના પ્રસંગમાં આવનારી કાઇ પણ વિનાસ'કાચે કહી શકે; પાછળથી રાજકીય વિષયમાં મતભેદ ઉપસ્થિત થતાં, તેઓએ પેાતાના અભિપ્રાયને ખુલ્લી રીતે-નિખાલસપણે વ્યક્ત કરવામાં કદી પાછી પાની કરી નહતી. સન ૧૯૧૫ માં હેામલ લીગની ચળવળ પુષ્કળ ફેલાઈ હતી, ત્યારે અમદાવાદ જીલ્લા હોમરૂલ લીગના સેક્રેટરી તરીકે તેમણે જાદે જૂદે ગામે ભાષણા કરીને લગભગ ૯૦ શાખાએ સ્થાપી હતી, એ પરથી દેશ અને દેશ સેવા માટેની એમની ધગશ કેટલી ઉંડી હતી તે સહજ ૧૩૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy