SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પિપટલાલ ગોવિંદલાલ શાહ પપટલાલ ગેવિંદલાલ શાહ એ મૂળ અમદાવાદના વતની; જ્ઞાતે વીશા પોરવાડ મેશ્રી વણિક છે. એમને જન્મ સન ૧૮૮૮ માં ૯ મી ડિસેમ્બરે વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ ગોવિદલાલ કશનદાસ અને માતાનું નામ બાઈ રુકિમણું છે. એમણે શરૂઆતનું પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વડોદરા અને અમદાવાદ બંને શહેરમાં લીધેલું. સન ૧૯૦૨ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયેલા. સન ૧૯૦૭ માં વિલસન કેલેજમાંથી બી. એ. ની પરીક્ષા વિજ્ઞાન’ અછિક વિષય લઈને પહેલા વર્ગમાં પાસ કરી હતી, તે વખતે તેમને યુનિવર્સિટી તરફથી વિજ્ઞાનમાં પ્રથમ સ્થાન મેળવવા માટે નારાયણ વાસુદેવ સ્કોલરશીપ અને ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં ઉંચા માર્કસ મેળવવા માટે જેમ્સ ટેલર પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં. સન ૧૯૦૮ માં રસાયન ભૂ-વિદ્યા સાથે બી. એસસી. ની પરીક્ષા અને સને ૧૯૦૯માં એમ.એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. બી. એ. માં પહેલા વર્ગમાં આવ્યાથી બે વર્ષ સુધી વિલ્સન કોલેજમાં દક્ષિણ ફેલો નિમાયા હતા; એટલું જ નહિ પણ ત્રીજે વર્ષે કોલેજ તરફથી (સન ૧૯૧૦ માં) તેમને રસાયનવિદ્યા અને ભ્રવિદ્યા શિખવવાનું સોંપવામાં આવ્યું હતું. તે પછી લાહોરમાં ફેશન ક્રિશ્ચિયન કૅલેજમાં રસાયનશાસ્ત્રના વ્યાખ્યાતા તેઓ નિમાયા હતા અને ત્યાં સન ૧૯૧૪ સુધી નોકરીમાં રહ્યા હતા. એ કામની સાથે એમણે સરકારી ઈડિયન ઍડિટ અને એકાઉન્ટ ખાતાની હરીફાઈની પરીક્ષા ઉંચા નંબરે પાસ કરવાથી તેમને સરકારી નોકરીમાં લેવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ એ ખાતામાં મુંબાઇના ડેપ્યુટી એકાન્ટન્ટ જનરલને એધે ભગવે છે. એ માન મેળવનાર તેઓ પહેલા ગુજરાતી છે. હિસાબી ખાતામાં પડવા છતાં એમનો વિજ્ઞાન પ્રતિને પ્રેમ વા અભ્યાસ એ છે થયો નથી; અને તે વિષયને જનતામાં લોકપ્રિય કરવા સારૂ તેઓ યથાશક્તિ પ્રયત્ન કરતા રહે છે. સને ૧૯૧૦ માં એમને મુંબઈ યુનિવર્સિટી તરફથી સર જ્યોર્જ લ ગ્રાન્ડ જેકબ પ્રાઈઝ, “ઓગણસમા શતકનો હિન્દી ઉદ્યોગને ઇતિહાસ લખવા માટે, મળ્યું હતું. સન ૧૯૧૨ માં એસબર્નર પ્રાઈઝ હિન્દમાં ત્રાંબા, પીતળ અને એલ્યુમીનીઅમના ઉદ્યોગો વિષે નિબંધ લખવા માટે ૧૨૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy