SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર મરાઠી પુસ્તકમાં મધ્ય પ્રાંતનાં અને દેશી રાજ્યો, જેમકે ઈંદોર, ગ્વાલીઅર, ઔધનાં તેમજ કાનડી માટે મૈસુર, નિઝામનું સંસ્થાન વગેરે સ્થળોનાં પ્રકાશને આવી જતાં નથી. પણ સમગ્ર રીતે અવલોકતાં, આપણે સ્વીકારવું પડશે કે ગુજરાતી કરતાં મરાઠીમાં અને હિન્દીમાં વધુ પુસ્તકો પ્રકટ થાય છે. મહારાષ્ટ્રનો વિદ્યાવ્યાસંગ જાણીતો છે; અને હિન્દીને સ્થળપ્રદેશ બહાળા વિસ્તારવાળા છે, તેમ ભારતવષ ની એક સામાન્ય ભાષા તરીકે તેની પસંદગી થયેલી છે. બંગાળી માટે માહિતી મળી નથી; પણ બધી દેશી ભાષાઓમાં તે વિશેષ ખીલેલી અને સમૃદ્ધ છે, એ સામાન્ય અભિપ્રાય છે. આ પ્રમાણે વાર્ષિક ગ્રંથ પ્રકાશનમાં ગુજરાતીનું સ્થાન છેક ચોથે નંબરે આવે છે; અને તેની પ્રસિદ્ધિની સરખામણું ઈંગ્લાંડમાં પ્રસિદ્ધ થતાં પુસ્તક સાથે કરવામાં આવે તો આપણે ક્યાં ઉભા છીએ, અથવા કેવી પ્રગતિ કરીએ છીએ, તેની કંઈક ઝાંખી થાય. - તા. ૧૦મી. જાન્યુઆરીના પબ્લીક ઓપિનિયન “Public opinion” નામક સાપ્તાહિકમાં સન ૧૯૨૯માં ઈગ્રેજીમાં પ્રસિદ્ધ ઈંગ્રેજી પુસ્તક સાથે થયેલાં પુસ્તકોની સંખ્યા ૧૨૯૧૨ આપી છે; તેમાં સરખામણી વાર્તાનાં પુસ્તક અગ્રસ્થાન લે છે, અને તેની સંખ્યા ૩૭૦૬ આપી છે. બીજું સ્થાન બાળસાહિત્યને મળે છે; અને તેની સંખ્યા ૧૫૩૩ છે. એ દૃષ્ટિએ આપણે અહિં બાળસાહિત્ય પ્રથમ સ્થાન લે છે, જેની કુલ સંખ્યા ૧૬૪ છે, જ્યારે નવલકથા બીજે નંબરે આવે છે, અને તેની સંખ્યા ૭૪ નોંધાયેલી છે. એ બતાવી આપે છે કે જનતાની અભિરુચિ હાલમાં કયી જાતના સાહિત્ય માટે છે. વળી ઈંગ્લાંડનાં અને ગુજરાતનાં સરેરાશ પુસ્તક પ્રકાશનના કુલ આંકડાઓની તુલના કરતાં તુરત સમસંખ્યા જાશે કે ત્યાં સરેરાશ દરરોજ ૩૫ પુસ્તકનું પ્રકાશન થાય છે; જ્યારે અહિ તેની સંખ્યા, ઉપર ગણત્રી બતાવી તે મુજબ, માત્ર (૨) બેની થવા જાય છે, અને તેના ગુણદોષ, ઉપગિતા, મૌલિકતા વિષે અહિં કંઇ વિવેચન નહિ કરતાં તેનું સૂચન માત્ર બસ થશે.
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy