SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાર્નિ, ક અવલોકન પ્રસ્તુત લેખને છેડે સન ૧૯૨૯માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી આપી છે, તે પુસ્તકની સંખ્યા આશરે ૬૧૦ની સંખ્યા થવા જાય છે; પણ એ સિવાય એવાં બીજાં કેટલાંક પુસ્તકો બાકી રહેલાં હશે, જે સાધનના અને માહિતીના અભાવે સદરહુ ગણત્રીમાં આવ્યાં નહિ હોય; અને તે ઉપરાંત શાળાપયોગી અર્થ અને નોસની ચોપડીઓ, નાટકોનાં ગાયનોની ચોપડીઓ, અને અલાઉ બજારૂવાર્તાઓ અને કવિતાની ચોપડીઓ, જેની નોંધ એમાં કરવામાં આવી નથી; એ બધી પ્રસિદ્ધિઓને ઉપરની સંખ્યામાં અડસટે ઉમેરીએ તે તેની કુલ સંખ્યા લગભગ સાડી સાતમેં પુસ્તકોની થવા જાય; એટલે કે, દરરોજનાં બે પુસ્તકે સરેરાશ પ્રસિદ્ધ થયાં છે, એવું અનુમાન તે પરથી ખેંચી શકાય; અને તેને બીજી રીતે સમર્થન પણ મળે છે. તાજા બહાર પડેલા મુંબાઈ ઇલાકાના સન ૧૯૨૮-૨૯ના વાર્ષિક રીપોર્ટમાં સન ૧૯૨૮માં ગુજરાતી ગ્રંથ પ્રકાશનની સાધન સંખ્યા ૫૦૬ની આપી છે, અને એ તે પ્રસિદ્ધ વાત છે કે એ નોંધમાં દેશી રાજ્યો-જેમકે, વડોદરા, ભાવનગર, રાજકોટ, ગોંડલમાં પ્રકટ થતાં પુસ્તકોનો સમાવેશ થતો નથી; અને હમણું હમણું ત્યાંથી ચેકબંધ પુસ્તકો પ્રસિદ્ધ થાય છે, એમ કે પણ સામાન્ય વાચક કહી શકશે. વળી બીજી ભાષાઓ-મરાઠી, હિન્દી, કાનડી, બંગાળી વગેરેમાં પ્રતિ ગ્ર ટી આ વર્ષે પ્રકટ થતાં પુસ્તકોની સંખ્યા અને તેની વર્ગીકૃત એનાં પ્રકાશન સાથે યાદી ઉપલબ્ધ થાય, તે હિન્દની મુખ્ય મુખ્ય દેશી સરખામણી ** ભાષાઓમાં કયી દિશામાં અને શી પ્રગતિ થતી રહે ' છે, તેનું માપ કાઢવાનું સુગમ બને. ઉપર ઉલેખ કરેલા સરકારી વાર્ષિક રીપોર્ટમાં મરાઠી પુસ્તકોની સંખ્યા ૬૭૭, કાનડીની ૮૫ અને હિન્દીની ૧૦૧ બતાવેલી છે. પરંતુ
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy