SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી એએ કાઠિયાવાડમાં આવેલ ગોંડળના મૂળ વતની; પણ અત્યારે લાંબા સમયથી કલકત્તામાં વસે છે. તે જાતે ભાટીઆ છે. એમના પિતાનું પૂરૂં નામ વિઠ્ઠલદાસ દામેાદર ઉદેશી, અને તેમની માતાનું નામ ડાહીબ્ડેન ત્રીકમજી વે છે. એમના જન્મ સં. ૧૯૪૮ ના ચૈત્ર વદ ૧૨ ને રાજ ટંકારામાં થયા હતા. એમણે મેટ્રીક સુધીના અભ્યાસ કર્યાં છે. સન ૧૯૦૭ માં ‘સુંદરી સુખાધમાં પ્રથમ લેખ લખી મેાકલેલા, તે પછી એમની કલમને પ્રવાહ સતત્ ચાલુ રહ્યા છે. છેલ્લાં નવ વર્ષથી ‘નવચેતન’ નામનું એક સચિત્ર માસિક છેક કલકત્તામાંથી કાઢે છે, તે જેમ ગુજરાતી સંસ્કૃતિને પગદ"ડા અને અસર એટલા દૂરના પ્રદેશમાં જીવંત અને ગતિમાન રાખવામાં જેવી મુશ્કેલીઓ છે તેવી ત્યાંથી એક ગુજરાતી માસિક ચલાવવામાં રહેલી છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ‘નવચેતન’ જેવું એક મોટું, સચિત્ર અને લેાકેાપયેાગી વાચન સાહિત્ય પૂરૂં પાડતું માસિક, ભારે ખર્ચ વેઠી અને પુષ્કળ શ્રમ લઇને નભાવવું, એ ખરે એક સાહસ છે; અને તે બદલ તેના તંત્રીને ખચિત્ અભિનંદન ધટે છે. વળી વિશેષ ખુશી થવા જેવું એ છે કે ત્યાં કલકત્તામાં તેમણે ગુજરાતીઓનું એક કેન્દ્ર સ્થાપ્યું છે; જેથી ગુજરાતી જીવન ચેતનવંતુ રહે અને તેની અસર વિસ્તરે. ‘નવચેતન' નિકળ્યું તે પહેલાં ‘કવિતા કલાપ' અને ‘કેટલાક સંવાદે,’ એ એ પ્રથા પ્રકટ કરી તેમણે એક સારા કવિ અને લેખક તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. એમની નવલકથાએ ‘જંજીરને ઝણકારે’ અને ‘તાતી તલ્વાર’ મધ્યકાલીન ભારતના રાજપુત જીવનની શૌય અને પ્રેમકથાના પ્રસંગે આલેખતી, વાચકવર્ગમાં વખણાઇ છે. પ્રથમ નવલકથાની ત્રણ અને બીજીની એ આવૃતિએ નીકળી ચૂકી છે. આ બેઉ કૃતિએ મુંબઇની કૃષ્ણ પીલ્મ કંપનીએ ચિત્રપટ પર ઉતારી છે. એમને કળા પ્રતિ ખાસ આકર્ષીણુ છે; અને ‘નવચેતન’ દ્વારા પ્રજામાં એ શેાખ કેળવવાના એએ સ્તુત્ય પ્રયત્ન સેવી રહ્યા છે. એમના ગ્રંથાની યાદી: કવિતા કલાપ કેટલાક સંવાદો જંજીરને ઝણકારે તાતી તલ્વાર ૬ ૦ સન ૧૯૧૮ ૧૯૧૯ ,, 29 , ૧૯૨૬ ૧૯૨૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy