SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી કોલેજમાં દક્ષિણ ફેલો ચૂંટાયા હતા. એમણે સને ૧૮૯૦-૯૧ સુધી એજ કેલેજમાં ફારસી અધ્યાપક તરીકે કામ કર્યું. બાદ કાયદાની બંને પરીક્ષાઓ પસાર કરી. એલએલ બી. ના અભ્યાસ વખતે સર રમણભાઈ એમના સહાધ્યાયી હતા. યુનીવરસીટીમાં આવી ઉત્તમ રીતે હિમંદ થવાથી એમની ઈચ્છા વધુ અભ્યાસ માટે વિલાયન જવાની હતી. એ વિષયમાં એમણે ભાવનગર રાજ્યના ચીફ મેડીકલ ઓફીસર છે. બરજોરજી તથા ડો. શિવનાથની સલાહ લીધી પરંતુ એમનું શરીર તે સમયે એટલું તે કૃશ હતું કે એ બે અનુભવી ડાકટરોએ એમને વિલાયત જવા સલાહ આપી નહિં. સને ૧૮૯૩માં એલએલ. બીની પરીક્ષા પસાર કર્યા પછી એમણે હાઈકેરટની એપેલેટ સાઈડ પર વકીલ તરીકે કામકાજ શરૂ કર્યું. તેને અંગે કેટલાંક વષ સ્વ. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીના મદદનીશ તરીકે કામ કર્યું અને પિતે નિવૃત્ત થતાં સ્વ. ગોવર્ધનભાઈએ પિતાનું સર્વ કામકાજ એમને સુપ્રત કર્યું. ગોવર્ધનભાઈને એમના ભેટ બંધું મેંતીલાલભાઈ સાથે ગાઢ નેહ હતો. સને ૧૮૯૩ થી ૧૯ ૦૫ સુધી એમણે હાઈકોર્ટમાં વકીલાત કરી. તે વખતે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે સર લોરેન્સ જેન્ઝીન્સ હતા, તેમની એમને પર અત્યંત પ્રીતિ હતી. મુંબાઇની લકઝ કોર્ટમાં એ સમયે એક જડજની જગા ખાલી પડી. ગુજરાતી ભાષાના સારા જ્ઞાનવાળા તથા દેશી રીતે રાખવામાં આવતા ચેપડા સારી રીતે સમજી શકે એવા એક જડજની એ કોર્ટમાં જરૂર હતી તેથી વગર માગે સર લોરેન્સ એમની તે જગાએ નિમણુંક કરવા ખુશી બતાવી સરકારને ભલામણ કરી. હાઈકોર્ટમાં વકીલાતને વળગી રહેવાથી ભવિષ્યમાં સારા લાભની આશા હતી તે જતી કરી જેન્ટીન્સ સાહેબના આગ્રહને વશ થઈ તેમને નારાજ ન કરવા માટે એમણે એ જગાને સને ૧૯૦૫ માં સ્વીકાર કર્યો. ત્યાંથી ઉપર ચઢતાં ચઢતાં સને ૧૯૧૮માં તેઓ સ્મોલકેઝ કેર્ટીના વડા જડજ થયા. ત્યાર પહેલાં એટલે કે સને ૧૯૧૫માં એમની વડા જડજ તરીકે નિમણુંક ન. સરકારે કરી હતી. પરંતુ હાઈકોર્ટને તે વખતના ચીફ જસ્ટીસે વાંધો ઉઠાવ્યો કે કાયદા પ્રમાણે મોલકઝ કાર્ટના દા જડજ બેરીસ્ટર અથવા એવૉકટ હોવા જોઈએ. આથી અમને પાછું પાનાની બાળ જન જ પર જવું પડ્યું. પરંતુ ૩૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy