SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, (દીવાન બહાદુર) એમ. એ. એલએલ. બી. એએ ભરૂચના દશા મોઢ વણિક છે. રા. બા. મેહનલાલ રણછોડદાસ ઝવેરીને ત્યાં તા. ૩૦ મી ડીસેમ્બર સને ૧૮૬૮ સં. ૧૯૨૫ના પોષ વદ ૧ ને સમવારને દિવસે કૃષ્ણલાલભાઈનો જન્મ થયો હતો. એમનાં માતુશ્રીનું નામ રૂક્ષ્મણીબા હતું. રા. બા. મોહનલાલભાઈના એ કનિષ્ઠ પુત્ર છે. ગુજરાતી કેળવણીના એક સ્થંભ ગણાતા મોહનલાલભાઈ સામાન્યતઃ પિતાનાં સંતાને પર પિતે જ કેળવણીના પ્રથમ સંસ્કાર પાડતા. એ મુજબ કણલાલભાઈને અક્ષર જ્ઞાનને લાભ પિતા દ્વારા સુરતમાંજ મળેલો. ગુજરાતીને છેડો અભ્યાસ સુરતમાં કરાવી પછી એમને ભરૂચની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની સ્મરણ શક્તિ તથા ગ્રહણ શક્તિ તીવ્ર હોવાથી દશ વર્ષની વયે ગુજરાતી અભ્યાસ સંપૂર્ણ કરી એઓએ અંગ્રેજીને આરંભ હતા. ભરૂચમાં બે ધોરણ પુરાં કર્યો એટલે એમના વડીલ બધું મેતીલાલ જે તે સમયે ભાવનગરની હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક હતા અને પાછળથી એ રાજ્યના કેળવણું ખાતાના ઇન્સ્પેકટર થયા હતા, તેમણે એમને પિતાની પાસે બોલાવી લીધા. તે સમયના એમના સહાધ્યાયીમાં સર મનુભાઈ, દી. બા. ઠાકરરામ કપીલરામ મહેતા સી. આઈ. ઈ વગેરે હતા. અંગ્રેજી ત્રીજા ધોરણથી બી.એ. સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો હતો. એમના પ્રોફેસરો મહુમ આગા શેખ મહમદ ઈસ્ફહાની, મુંબાઈ યુનીવર્સીટીના હાલમાં જ નિવૃત્ત થયેલા રજીસ્ટ્રાર ખાનબહાદૂર પ્રોફેસર દસ્તુર વગેરે હતા. એ પ્રોફેસરની એમના પર અત્યંત પ્રીતિ હતી. એમણે મેટ્રિીકયુલેશનની પરીક્ષા પસાર કરી પરીવલ સ્કોલરશીપ મેળવી હતી. પ્રથમ પ્રયત્ન ઈંટર આર્ટસની પરીક્ષામાં એઓ નિષ્ફળ થયા. આથી યુનીવર્સીટીની ખાસ પરવાનગી મેળવી એઓએ ઈન્ટર આર્ટસ તથા બી. એ. ની પરીક્ષા એકી સાથે આપી હતી. તેમાં સફળ થયા એટલુંજ નહિં પણ બી. એ., માં તે પહેલા વર્ગમાં પસાર થઈ ગવરીશંકર ગોલ્ડ મેડલ પણ મેળવ્યું. (ઈ. સ. ૧૮૮૮માં) આ સમયે એમનું વય માત્ર વીશ વર્ષનું હતું. ભાવનગરની સામળદાસ કોલેજમાં એમ. એ. નો વર્ગ નહિ હોવાથી વધુ અભ્યાસ માટે એઓ મુંબઈ આવ્યા ને એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને ત્યાંથી એમ. એ. ની પરીક્ષા પસાર કરી. એઓ ત્યાર પહેલાંજ એજ
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy