SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણના જિનાલયમાં શ્રી ગોવિંદજી જેવત છેનાએ કરી હતી. પરમપૂજ્ય આચાર્ય શ્રી દાનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી શ્રી લક્ષ્મીચંદ કુંવરજી જેઠાભાઈ નાગડા, સાંધવવાલાએ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શ્યામ પાષાણુના પ્રતિમાજી -ભરાવીને શ્રી સહચકણા પાર્શ્વનાથ ભગવાનના દહેરાસરજીમાં સંવત ૨૦૧૬ માં પ્રતિકિત કર્યા છે. હાલમાં જ્ઞાતિબંધુ શ્રી ગોવિંદજી જેવત ખોનાએ મુંબઈ-માટુંગામાં ચોવીશ પાષાણુમય જિનબિંબ ભરાવ્યા છે જેની અંજનશલાકાવિધિ સંવત ૨૦૨૧ ના માગસર સુદ ૨ ના દિને માટુંગા મધ્યે થવાની છે. શ્રી ગિરિરાજ-પાલીતાણું ઉપર નૂતન જિનમંદિરનું નિર્માણ કરી એમાં આ પ્રતિમાજીએ ગાદીનશીન કરવાની શ્રી ગોવિંદજીભાઈની ભાવના છે. કચ્છ, હાલાર અને દેશાવરમાં અંચલગચ્છના શ્રાવકોએ વિક્રમની વીસમી સદીમાં સંખ્યાબંધ જિનમંદિરે, ઉપાશ્રય તેમજ જ્ઞાનશાળાઓનું સર્જન કર્યું છે. કચ્છ-અબડાસા તથા હાલારમાં આપણુ શ્રી કરછી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના વસવાટવાળા ગામે ઉપરાંત માંડવીમાં કાંઠા ઉપર, બાયઠ, ગોધરા, મુન્દ્રા, ગોએરસમા, બાઈ, લુણી, જામનગર, કુમઠા, આકેલા, અમરાવતી, પારેલા, ચાલીસગામ, ધુલિયા, પારા, જલગામ, ખામગામ, ઉદયપુર, બાગલકેટ, હુબલી, ગદગ આદિ શહેરમાં આપણા જ્ઞાતિબંધુઓએ જિનમંદિર બંધાવ્યા છે. આ સિવાય કચ્છના અન્ય ગામમાં અંચલગચ્છીય વીશા ઓશવાળ બંધુઓએ સંખ્યાબંધ જિનમંદિર બંધાવ્યા છે. પણ એની ખાસ વિશિષ્ટતા એ છે કે કચ્છના એ સઘળા મંદિરમાં સંવત ૧૯૨૧ ની સાલમાં પાલીતાણામાં પૂજ્ય ભટ્ટારક શ્રી રત્નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ્ હસ્તે શેઠ કેશવજી નાયકે કરાવેલ અંજનશલાકા પ્રસંગે આપણા જ્ઞાતિબંધુઓએ સાડા પાંચ હજાર જિનબિંબની અંજનશલાકા કરાવેલ તે પૈકીના જિનબિંબે બિરાજે છે. આ અંજનશલાકા મહોત્સવ આપણી જ્ઞાતિ માટે એક અતિ ગૌરવરૂપ પ્રસંગ હતું. આજ દિન સુધીના ઈતિહાસમાં કઈ પણ આચાર્યના શુભહસ્તે એક સામટા આટલી મોટી સંખ્યામાં જિનબિંબની અંજનશિલાકાવિધિ થયાનો કયાંય પણ ઉલ્લેખ જોવામાં નથી આવતું. વિક્રમની વીસમી સદી એ આપણી જ્ઞાતિને સુવર્ણયુગ હતો, જે કાલ દરમ્યાન જ્ઞાતિએ અંચલગચ્છની જેટલી -વફાદારી અને ભક્તિપૂર્વક સેવા કરી છે એટલી કેઈએ કરી નહીં હોય. શ્રી જિનબિંબો નીચેના શિલાલેખ પરથી સત્ય ઈતિહાસ મળી શકે છે. શ્રી સિદ્ધગિરિ ઉપરનું શ્રી અદબદ ભગવાનનું મંદિર અંચલગરછીય શ્રાવકે બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. (લેખ ન. ૪૪૭) આ સિવાય શ્રી ગિરિરાજ ઉપર સંખ્યાબંધ મંદિરો, તેરીઓ, કુડો આદિ અંચલગચ્છના શ્રાવકેએ બંધાવ્યાને ઉલેખ મળે છે. નં. ૩૪૯ થી ૩૬૪ સુધીના લેખે શ્રી અનંતનાથજી મહારાજના દહેરાસરજી મધ્યેના બિબે અંગેના છે. લેખ ન. ૩૯૭ એ સંવત ૨૦૧૬ ની સાલમાં આપણા દહેરાસરજી તરફથી શ્રી સમેતશિખરજી ઉપરની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટુંકના જીર્ણોદ્ધાર માટે અપાયેલ
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy