SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૧,૨૫,૦૦૦)-સવા લાખ અંગેના શિલાલેખને લગતે છે. મુંબઈના ભાતબજારના દેરાસરજીમાં સંવત ૧૯૨૧ ના અંજનશલાકાવાળા બિંબે છે. લાલબાગ (ચીંચપોકલી) દેરાસરજીના મૂળનાયક લેખ ન. ૩૭૪. તથા અન્ય જિનબિંબ પણ એ જ અંજનશલાકા વખતના છે. ભાયખલા દેરાસરજીમાં મૂળનાયક ભગવાનની સામેનું શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર આપણુ જ્ઞાતિબંધુ શ્રી શશી દેરૂ ના, કચ્છ-સાંધવવાળાએ બંધાવેલ જેમાં મૂળનાયક તથા અન્ય જિનબિંબે પણ એ જ અંજનશલાકા વખતના છે. અંચલગચ્છના નવા વર્ષના ઈતિહાસમાં વિકમની ઓગણીસમી સદીમાં શ્રી જિનબિંબ તથા શ્રી જિનમંદિરનું નિર્માણ જેટલા મોટા પાયા પર થયું છે એટલું અગાઉ ક્યારે પણ નથી થયું અને તે પણ આપણી જ્ઞાતિ દ્વારા! આપણી જ્ઞાતિ અદ્યાપિ પર્યત અણીશુદ્ધ અંચલગરછીય રહી છે તેની પ્રતીતિરૂપે આ પુસ્તક શ્રી અનંતનાથજી મહારાજના ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ થાય એ વિશેષ આવકારદાયક ગણાય એમ સમજીને અમેએ તે નિર્ણય કર્યો જે અંગેના મુખ્ય યશભાગી પરમપૂજ્ય આચાર્ય શ્રી મેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી મુલુંડ અંચલગચ્છીય સંઘ, હાઃ શ્રી ખીમજી ગેલાભાઈ બના, તથા ધર્મ, ગચ્છ, જ્ઞાતિ અને ઇતિહાસપ્રેમી જ્ઞાતિબંધુ શ્રી “પાર્થ” છે. અમે આ તકે એ સઘળાને આભાર માનીએ છીએ. કોઠારા તથા કચ્છ, હાલાર અને દેશાવરના ડાક છૂટાછવાયા લેખે સિવાય અન્ય ગામેના જિનમંદિરના શિલાલેખોને સમાવેશ આ પુસ્તકમાં કરવામાં નથી આવ્યો કારણ કે કચ્છ, હાલાર અને દેશાવરના ગામના સમગ્ર શિલાલેખો માટે એક જુદા પુસ્તકની અગત્યતા છે. આ શિલાલેખ ઉપરથી આપણી જ્ઞાતિને ઈતિહાસ પણ સાથે સાથે ઉપલબ્ધ થશે. એટલે અમે શ્રી “પાર્થ”ને આ અંગે કચ્છ, હાલાર અને દેશાવરના શિલાલેખો અંગેનું કાર્ય હાથ ધરવા ખાસ આગ્રહ કર્યો છે. આ શિલાલેખ માટે બીજું પુસ્તક પ્રગટ કરવાને અમે એ નિર્ણય કર્યો છે. લી. , સંવત ૨૦૨૦ શ્રાવણ સુદ ૮ શનિવાર તા. ૧૫-૮-૧૯૬૪ ૩૦૨-૩૦૬,નરશી નાથા સ્ટ્રીટ, મુંબઈ-૯, શ્રી અનંતનાથજી મહારાજના દેરાસરજી તેના સાધારણ ફેડના કરીએ. તથા
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy