SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવે છે તે. આ બીજા પ્રકારના જ્ઞાનમાં આપણું જાગ્રત ચેતના નિષ્ક્રિય રહે છે, અને આપણી આંતરિક ચેતના અને તેને વિષય બને એક થઈને–આવા અનુભવને કાં તે કલા દ્વારા વ્યક્ત કરે છે, અને નહિ તે આ અનુભવને પિતામાં સમાવીને, બાહ્ય જગત તથા આપણું ચિત્ત એ બંનેના પ્રભવસ્થાન–The Idea of Good ઈષ્ટના ઉચ્ચતમ તત્વ સુધી જવાનો પ્રયત્ન કરે છે. હરકોઈ કલાના મૂળભૂત અનુભવમાં આ પ્રકારની એક્તા રહેલી છે, આપણી બાહ્યાભિમુખ જાગ્રત ચેતના આવા અનુભવમાં ભૂંસાઈ જાય છે, અને આંતરચેતના જે વિષયમાં આ રીતે લીન થાય છે, તે વિષય કે વસ્તુ ઘડીભર તે સ્થલ અને કાલનાં બંધનમાંથી મુક્ત થઈ અદ્વિતીય રીતે આપણું આંતરચેતનાના ચારે ખૂણું ભરીને વહે છે. પ્લેટો પિતાનાં “તોને આ દૃષ્ટિએ પણ જુએ છે. એણે કર્યું છેઃ જેઓ અનેક સુન્દર વસ્તુઓને જુએ છે, અને તેમાં રાચે છે, પરંતુ કેવલ (absolute) શુદ્ધ સૌંદર્યને જોઈ શક્તા નથી, તેઓ કશું જાણતા નથી કારણ ઇન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા વસ્તુનું “જ્ઞાન” મેળવી શકાતું નથી, અને જેનું–-સૌંદર્યના જે તત્ત્વનું – જ્ઞાન મેળવી શકાય છે—તે ઇન્દ્રિયગોચર નથી. ૧૦૩ એટલે વસ્તુઓ માત્ર ભિન્ન તોના પ્રતીક સમાન છે, અને તેઓ માત્ર તાનું “અનુકરણ” કરે છે, જ્યારે તે પોતે, આપણે ઉમેરવું જોઈએ કે કલાકારની દષ્ટિએ, રોજની આ દુનિયાથી ક્યાંય –-કઈ બીજા જ સ્થલ અને કાલમાં–આદર્શ રૂપે વસે છે. આ થયો પ્લેટોનો “ Par a d eig ma ”-view.૧૪ આ દષ્ટિએ પ્લેટનાં તો બાહ્ય પદાર્થોમાં 203. 'a is the top and 'n o eton': object of sense and object of reason (no u s). ૧૦૪. “Parad eig m a” શબ્દ સાથી પહેલાં “યુથિકે” નામના સંવાદમાં (કલમ ૧૭) આવે છે. જુઓ આદર્શ નગરની કલમ ૪, ૪૭ ૪૯૪, ૫૦૯, ૫૦૭ તથા ૫૧૮, ૫૨૧, ૫૨૫ વગેરે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy