SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ - આવ્યા હોય તેને સોએ સો ટકા સાબીત થએલા આપણે ન માની શકીએ એટલે કે વિજ્ઞાનમાં ત્યાં સુધી અનિશ્ચિતતા રહેવાની. | ભિન્ન ભિન્ન વૈજ્ઞાનિકે એ માન્ય કરેલી સ્વીકૃતિઓને માણસ જેમ જેમ સાબીત કરતો જાય તેમ તેમ તેનું જ્ઞાન વધારે ચેકસ સ્વરૂપ પકડતું જાય. ઈન્દ્રિયગોચર વસ્તુઓને માણસ છોડી દે, એમાંથી એનું મન જે મુક્ત થાય, તે જ એને વૈજ્ઞાનિક) સત્ય મળે.૪૨ આજનું ભૌતિકવિજ્ઞાન પણ ઇન્દ્રિયાનુભવને સમજવા માટે આપણે જેને પાર્થિવ વસ્તુઓ ગણીએ છીએ તેને છોડી દે છે, અને એટલા પ્રાચીન કાળમાં પણ તેને વૈજ્ઞાનિક પદ્ધતિના આ સ્વરૂપની ઝાંખી થઈ હતી એ એની પ્રતિભા છે. વિજ્ઞાન જેમ જેમ આગળ જાય તેમ તેમ સ્વીકૃતિઓની સાબીતી મળતી જાય, અને વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓનું એકીકરણ કે સમન્વય થતાં જાય,૪૩ અને આત્માને શુદ્ધ જ્ઞાન મળે. સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભું થાય કે વિજ્ઞાન આમ કેટલે દૂર જઈ શકે ? માનવ બુદ્ધિમાં ઊંડે ઊંડે એવી શ્રદ્ધા રહેલી છે કે છેવટ જ્ઞાન એક જ હોવું જોઈએ. આવી શ્રદ્ધા આપણી બુદ્ધિના આંતરિક બંધારણનું બાહ્ય પૃષ્ઠ છે એમ કહીએ તો ચાલે; અને માત્ર જ્ઞાન જ નહિ પરંતુ બાહ્ય વિશ્વ જે જ્ઞાનનો વિષય છે તે પણ આપણી સાથે એક હોવું જોઈએ એવો એ શ્રદ્ધામાંથી પડઘો પડે છે. પ્લેટના સમયમાં વિજ્ઞાન કંઈ બહુ આગળ ગયું નહોતું, અને બધા જ્ઞાનને ૪૨. જુઓ “ફીડો”, તથા પરિચ્છેદ ૬ ૫૧૦-૧; ૫૦૭-વ; પર૬-વ; - તથા પ૨૯ વ. 83. Wbat Plato calls "destruction of the 'Hypotheses'". જુઓ પરિ. ૬-૫૧ વ તથા પરિ, ૭-૫૩૩ “...and clinging to this and then to tbat which depends on this, by successive steps she descends again without the aid of any seosible objec", from ideas, tbrough ideas, and in ideas sbe (i. e. the Soul “Ps y ch e') ends.”
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy