SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૫ કેવો હાસ્યાસ્પદ પ્રશ્ન ? મેં જવાબ આપે : તમે મને ઉત્તર આપી દીધો છે; (૨) ‘વારુ, અને વધારામાં આપણે શું એટલું ન કહી શકીએ કે આપણું પુરવાસીઓમાં સૌથી સારા આપણા પાલકે છે? – થી સારા. અને એમની પત્નીઓ પણ સ્ત્રીઓમાં શું સૌથી સારી નહિ હોય ? હા, સૌથી સારી. અને રાજ્યમાંનાં પુરુષ અને સ્ત્રીઓ શક્ય હોય તેટલાં સારાં હોવાં જોઈએ—આનાથી વિશેષ હિતકર રાજ્યને બીજું કંઈ હોઈ શકે? એનાથી બીજું કંઈ વધારે સારું ન હોઈ શકે. (૫૭) અને આપણે વર્ણન કર્યું છે એ રીતની માનસિક અને શારીરિક કેળવણીની કળાએ જે આપણને હસ્તગત હશે તો એ સાધી શકાશે ખરું ને? અવશ્ય. ત્યારે આપણે જે કાયદો ઘડ્યો છે એ શક્ય છે એટલું જ નહિ, પણુ રાજ્યને સૌથી વધારે હિતકર પણ છે? ખરું. ' ત્યારે આપણું પાલકની પત્નીઓ ભલે નિર્વસ્ત્ર થાય, કારણ એમનું શીલ એ જ એમનું વસ્ત્ર થશે; અને પોતાના દેશના રક્ષણના કાર્યમાં તથા સંગ્રામની જહેમતમાં તેઓ ભલે ભાગ લે; માત્ર કામની વહેંચણીમાં હળવાં કામ સ્ત્રીઓને આપવાનાં છે, કારણ તેમને બાંધે જરા નબળે છે, પણ બીજી બધી રીતે તેમની (અને પુરુષોની) ફરજે એ ને (૨) એ રહેશે. અને યુદ્ધમાં શુદ્ધ હેતુથી નગ્ન સ્ત્રીઓ પિતાનાં શરીર કસે એ પ્રત્યે જે કઈ હસશે તે માણસ (એ રીતે) હસવામાં અ ૫ કવ વિવેક બુદ્ધિનું ફળ તોડે છે, અને પોતે શાના પ્રત્યે હસે છે તથા પોતે શું કરવા બેઠા
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy