SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છી શબ્દાવલિ : એક અધ્યયનનું અધ્યયન' (શ્રી પ્રતાપરાય ગો. ત્રિવેદીને ઉત્તર) [મે ૧૯૭૨ના • સ્વાધ્યાય ’માં કચ્છી રામ્દાવલિ' પર શ્રી પ્રતાપરાય ગા. ત્રિવેદીના લેખ છપાયા છે. આ લેખના ઉત્તર આપવા અમને યાગ્ય જણાવાથી અમે તા. ૫-૮-૭૨ના રાજ - સ્વાધ્યાય ’ને અમારા નીચેના લેખ મેાકલ્યા હતા. સ્વાધ્યાયે આ લેખ બીજા બે અંકો સુધી ( અર્થાત્ છ માસ ) લેવાશે નહીં તેવા ઉત્તર પાઠવ્યા. પ્રસ્તુત લેખ એ સ્વતંત્ર રીતે ઊભેા થયેલા લેખ નથી. તે તેા ‘સ્વાધ્યાય’ના લેખના ઉત્તરરૂપે અવતરેલા છે. આમ હોવાથી સ્વાધ્યાય ' જ તે છાપે તેમાં ઔચિત્ય હતું. પરંતુ ઉપર કહેલા ઉત્તર સ્વાધ્યાય ’ તરફથી મળતાં તથા બહુ લાંબા ગાળે આમાં વીતે તેા સંદર્ભે બદલાય છે તેમ અમને જણાતાં આ લેખ વિદ્યાપીઠ માં પ્રકાશન અર્થે અમે આપીએ છીએ. ‘સ્વાધ્યાય ’ના વાચકાને અમે સીધું જ આ લખાણ પહોંચાડી નથી શકતા તે માટે દિલગીર છીએ. — શા. ] ‘સ્વાધ્યાય’ મે ૧૯૭૨ના અંકમાં શ્રી પ્રતાપરાય ગો. ત્રિવેદીનો ‘કચ્છી શબ્દાવલિ' પરનો લેખ જોયો. આ પ્રકારના કાર્યમાં તેઓએ રસ લઈને જે પુરુષાર્થ દાખવ્યો છે તે દાદ માગી લે તેવો ગણાય. શ્રી ત્રિવેદીના આ લેખને બાદ કરતાં આ પુસ્તિકા પર જેની ગણના કરી શકાય તેવું વિવેચન થયું જાણ્યું નથી. આ અર્થે પણ લેખ આવકાર્ય છે. લેખકારે આ કાર્યમાં જે પુરુષાર્થ કર્યો છે તેની કદર કરી, તેને અભિનંદી, અમારે એમ કહેવાનું થાય છે કે જો ભાષાના શાસ્ત્રની ભૂમિકા આમાં હોત તેમ જ આ ભૂમિકા વિના પણ લેખકારે જો ડૉ. પંડિતની પ્રસ્તાવના તેમ જ કર્તાની પ્રાસ્તાવિક ભૂમિકા ‘શબ્દાવલિને જોતાં પહેલાં ઝીણવટથી જોઈ-સમજી હોત તો તેઓનો આ ૧૯ પાનાનો લેખ, સંભવત:, એક નોંધ જેટલો ટૂંકો બની જાત! હવે લેખકારના અધ્યયનનું અધ્યયન કરીએ. લેખકારને શબ્દાવલિ વિષે જે કંઈ વાંધાજનક જણાતું હોવાનું લાગ્યું છે તે બધું નીચે મુજબ દર્શાવી શકાય : ધ્વનિતંત્રની બાબતમાં : ધ્વનિતંત્રની બાબતમાં લેખકારની ટીકા નીચેના મુદ્દાઓ પરત્વે છે. ૧. ઙ્ગ અને જ ૨. અને મ ૩. ૪. ધ્વનિ ધ્વનિ રળ ધ્વનિ ભેદસૂચક દૃષ્ટાંતોમાં શબ્દોની પસંદગી આ પછીથી શબ્દાવલિ અંગે તેઓને જે ટીકા આપી છે તેને નીચેના મુદ્દાઓમાં આવરી લઈ શકાય. ૧. ભિન્ન સ્વરૂપો મળે છે તેવાં શબ્દરૂપો ૨. કચ્છીમાં જેનો પ્રયોગ નથી તેવા શબ્દો 3. જોડણી અને અર્થફરક દર્શાવતા શબ્દો હવે લેખકારના આ વાંધાઓને એક પછી એક લઈને સમજાવવાનો અમે નમ્ર પ્રયત્ન કરીએ.
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy