SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આઠમાં પ્રકરણમાં ‘અર્થવિચાર’ કર્યો છે. આ વિશે phonemicsની સરખામણીએ શાસ્ત્રીય કાર્ય બહુ ઓછું થયેલું હોઈ તેનું સૈદ્ધાંતિક વિવેચન કરવું જરા કપરું છે. તેમ છતાં લેખકે જે “મૂળના ધ્વનિઓ યથાવત રાખતાં ભાષામાં વ્યર્થ આડંબર અને અપરિચિતતા લાગે છે.” એમ ૫. ૧૧૪ પર કહ્યું છે તેમાં એમ પૂછવાનું મન થાય છે કે “મૂળના ધ્વનિઓને “યથાવત રાખી શકવા લેખક સમર્થ છે ખરા? ભાષા એ સતત પરિવર્તનશીલ છે તે વાત સ્વીકારીને ચાલીએ તો ઉપરના વિધાનનો કશો અર્થ રહેતો નથી. નવમા પ્રકરણમાં થયેલો વાક્યવિચાર એ ભાષાશાસ્ત્રીની દૃષ્ટિ કરતાં ભાષાના ચિંતકની દૃષ્ટિએ થયેલો વિશેષ માલૂમ પડે છે. આ વિષે પણ ઓછું કાર્ય થયું હોઈ તેની સૈદ્ધાંતિક ચર્ચામાં જઈ શકાય તેમ નથી. આ પ્રકરણને ટૂંકાણમાં પૂરું કરવામાં લેખકે ભારે સમજણ બતાવી છે એમ અમારું માનવું છે. ‘ભાષાનું ઘડતર” નામક દસમું પ્રકરણ શરૂ કરતાં લેખક કહે છે : “બે વ્યક્તિઓ કદી પણ એકસરખી રીતે બોલતી હોતી નથી.” (પૃ. ૩૬૩) અહીં ‘એકસરખી રીતે’ એટલે શું તે સ્પષ્ટ કર્યું હોત તો સારું થાત. પૃ. ૩૬૪ પર અપાયેલી બોલીની વ્યાખ્યા આ રહી : .. એક ગામની બોલી બીજા ગામની બોલી કરતાં કંઈક અંશે જુદી પડતી હોય છે. તોપણ, એકંદર રીતે જોતાં એમ કહી શકાય કે સમગ્ર ગામની બોલી એક જ છે. પાસે પાસે વસેલાં, પરસ્પર રોજ-બ-રોજ ઘનિષ્ટ સંપર્કમાં રહેલાં ગામોની બોલી એક જ પ્રકારની હોય છે. ભાષાવૈજ્ઞાનિકો અને બોલી (dialect)ની સંજ્ઞા આપે છે. આની પર કશી જ ટિકાટિપ્પણીની અમને જરૂર લાગતી નથી. લેખક પોતે જ આને વાંચશે તો, તેમાં રહેલી absurdity પહેલી જ નજરે દેખાઈ આવે તેવી હોઈ, આના પર વિચાર કરતા થશે એવી અમારી શ્રદ્ધા છે! પૃ. ૩૬૪ પરનું “તાત્ત્વિક રીતે એમ કહી શકાય કે સમસ્ત વિશ્વની ભાષાઓનું સ્વરૂપ ઘણે અંશે સમાન છે...એનું ધ્વનિતંત્ર સમાન, સામાન્ય ધ્વનિનિયમોને અનુસરતું હોય છે... મનુષ્યની વિશિષ્ટ શારીરિક શક્તિઓ અને મનોવ્યાપારોમાંથી ભાષાનો ઉદ્ગમ છે.” એ વિધાન અંગે પણ અમારે ઉપર કહ્યું તે જ ફરીને નોંધવાનું રહે છે! બોલીની વાત કરતાં લેખક કહે છે : “ગુજરાત રાજ્યમાં જામનગર આદિ ઉત્તાર સૌરાષ્ટ્રના પ્રદેશમાં ભાટિયા વગેરે કોમોમાં બોલાતી હાલાઈ (કચ્છીને મળતી) બોલી હવે લગભગ લુપ્ત થઈ ગઈ છે; આસપાસ વ્યાપકપણે બોલાતી સૌરાષ્ટ્રી (ઉત્તર સૌરાષ્ટ્ર) બોલીના ધસારા સામે એ ટકી શકી નથી.અને હાલાઈ ભાષાઓને ઘણા સમય સુધી લિખિતરૂપ પ્રાપ્ત નોતું એથી એનું વિશિષ્ટ વ્યક્તિત્વ, આંતરસત્ત્વ ખીલ્યું નહીં હોય એવું અનુમાન થઈ શકે.” (પૃ. ૪૦૯-૧૦) પહેલું તો એક જ પરિચ્છેદમાં હાલાઈ બોલી” અને હાલાઈ ભાષાઓ” એવા શબ્દપ્રયોગો કરેલા છે. આનો અર્થ એ થાય કે લેખકે ભાષા અને બોલી વચ્ચે કશો જ ભેદ હોય તેમ માન્યું નથી. બીજું હાલાઈ બોલી કેવી હતી તે વિશે કશી જ વાત કરી નથી. સૌરાષ્ટ્રી બોલી કોને કહેવી તે પણ કયાંયે ચર્ચા કરી નથી. અને આખરે હાલાઈનું આંતરસત્ત્વ લિખિતરૂપ પ્રાપ્ત નહીં હોવાના કારણે ખીલ્યું નહીં હોય તેવું અનુમાન કર્યું છે. શાસ્ત્રમાં કોઈ પણ અનુમાન થાય ત્યારે તે અનુમાન પર આવવા માટેનાં જે કારણો હોય તે અહીં દર્શાવાયાં નથી. અને હાલાઈ કોને કહેવી તે દર્શાવ્યા વિના જ તેને લુપ્ત કરી દીધી છે તેમાં ઔચિત્ય જળવાયું હોય તેમ
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy