SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અધ્યયનવિષય છે. “શિષ્ટ સંસ્કાર વિનાની લોકબોલીઓ' જેવા શબ્દસમૂહનો ભાષાશાસ્ત્રીને મન કશો જ અર્થ નથી. ઉચ્ચારણ અંગે પૃષ્ઠ ૧૭૩ પર લેખકે કહ્યું છે કે ca ની ભાષાવૈજ્ઞાનિક સંજ્ઞા “B” છે. 2011 zitul bilabial unaspirated voiced stop ‘b’all fricative Hiżal à ald લેખક I.P.A.નો ચાર્ટ જોઈને પણ નક્કી કરી શક્યા હોત! પ્રકરણ છઠું, લિપિવિચાર’ વિષે છે. મુખ્યત્વે David Diringerના “The Alphabet પર તે base થયેલું છે. આ પ્રકરણ સ્વતંત્ર વિચાર માંગી લે તેવું અમને જણાતાં અમે અહીં તેની ચર્ચા છોડીને આગળ જવાનું ઉચિત ધાર્યું છે. સાતમા પ્રકરણને પદવિચાર’ નામાભિધાન આપેલું છે. પ્રારંભમાં જ ભાષાવિજ્ઞાનની phoneme પછીની બીજી અગત્યની Concept “મોફિમ'ની લેખકે વાત ઉપાડી છે. મોફિમની વ્યાખ્યા આપતાં લેખક કહે છે ભિન્ન ભિન્ન અર્થતત્ત્વો વચ્ચે સંબંધ દર્શાવનાર તત્ત્વોને સંબંધતત્ત્વ (Morpheme) કહે છે.” (પૃ. ૨૫૮) જેમ પહેલી concept વિષે અમે જણાવ્યું હતું તેવું જ અહીં પણ અમારે કહેવાનું છે. મોફિમનું તત્ત્વ લેખક સમજ્યા નથી. એનું તો પુસ્તકના આટલાં પાન વાંચ્યા પછીથી ભાષાવિજ્ઞાનના વિદ્યાર્થીને આશ્ચર્ય રહે તેમ નથી, પરંતુ લખાણમાંના અનુવાદમાં એક consistency પણ જો જાળવી શકાઈ હોત તો આખરે એમ પણ મન વાળી શકાયું હોત કે લેખક પોતે તો, પોતે લખેલું સમજ્યા છે! આપણે ઉપર જોયું તેમ સંબંધતત્ત્વનું કૌસમાં morpheme લખેલું છે. પૃષ્ઠ ૨૬૬ પર લખ્યું છે કે “ઘણા સંબંધતત્ત્વો (suffixes) જોડવામાં આવે છે. અને પૃષ્ઠ ૩૦૦ પર ‘કેટલાંક અર્થતત્ત્વો (morphemes)” એમ લખ્યું છે. આમ લેખકને મોફિમ અને સફિક્ષ વચ્ચે કશો જ ભેદ નથી! આ ભેદની જ જ્યાં ખબર ન હોય તે પાયા પર આખી ચર્ચા મંડાયેલી હોય તેના વિવેચનમાં આપણે પડવું પણ કઈ રીતે? જાતિની ચર્ચા કરતાં પૃ. ૨૭૧ પર લેખક કહે છે કે “શબ્દની વ્યાકરણાત્મક જાતિ (gramm atical gender)ની પાછળ કોઈ તર્કબદ્ધ કારણ હોતું નથી.” પૃ. ૨૭૪ પર લેખક એવા નિર્ણય પર આવ્યા છે કે “આ ઉદાહરણો ઉપરથી જાતિનિર્ણયની પાછળ રહેલી તાર્કિક ભૂમિકા કલ્પી શકાય છે. ત્રણ પાનના ગાળામાં કેવું વિચારપરિવર્તન! કાળ વિશે તથા જાતિ વિશે અનેક દૃષ્ટાંતો જુદા જુદા લેખકોમાંથી આપ્યા પછીથી લેખક તારતમ્ય કાઢે છે કે આ રીતે ભાષાઓની કાળવ્યવસ્થામાં અનેક સ્થળે સંકુલતા તેમ જ અસ્પષ્ટતા નજરે પડે છે.” (પૃ. ૨૭૯). કેટલીયે આર્યકુલની ભાષાઓમાં નિર્જીવ પદાર્થોમાં નરજાતિ કે નારીજાતિનું આરોપણ કરેલું મળે છે, જે અસ્વાભાવિક અને અનાવશ્યક છે.” (પૃ. ૨૮૫). લેખકે એક પણ ભાષાશાસ્ત્રીને સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આવાં વિધાનો ન કર્યા હોત. ભાષામાં તેમને જે “અસ્પષ્ટતા’ લાગી છે તે મનની “અસ્પષ્ટતાને સૂચવે છે. બાકી ભાષા જે છે તેને ભાષાશાસ્ત્રીએ બતાવવાની હોય છે. પોતાના મનમાં નિયત કરેલા નિયમો ભાષાને લગાડવાના હોતા નથી. એટલે તેમાં નરજાતિ કે નારીજાતિનું નિર્જીવ પદાર્થોમાં આરોપણ હોય તો તે “અસ્પષ્ટ અને અનાવશ્યક છે તેમ કહેવું તે ભાષાશાસ્ત્રીનું કામ નથી. એ તો જે તે ભાષાની રચનાને સૂચવે છે.
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy