SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ અહીં એક એ પ્રશ્ન ઊભો થયો કે ભાષા શીખવવાની આખી વાત ‘teacher centered છે. વિદ્યાર્થીની ભાષા શીખવાની ઇચ્છા, જે પાયાની વસ્તુ ગણાવી જોઈએ તે ભૂલી જવાઈ છે. આપણે એ જોવું જોઈએ કે ‘ગમે તેવો સારો ખેડૂત પણ ખરાબામાં મુઠ્ઠી ફાટે એવો બાજરો કરી શકે નહીં.' પૃ. ૧૦૫. આમ આ વાતનું પણ ભાષાશિક્ષણમાં ધ્યાન રખાવું જોઈએ. આ રીતે જોઈએ તો ભાષા અને સાહિત્યના શિક્ષણને જુદું પાડી શકાય તેમ નથી. પરંતુ એક વ્યવસ્થા ખાતર એમ કહી શકાય કે S.S.C. કક્ષા સુધીમાં ૨૫૦૦નું શબ્દભંડોળ અને ૨૫૦ structuresનું જ્ઞાન તે ભાષાશિક્ષણ. અને જે અંગ્રેજીથી અત્યાર સુધી વિદ્યાર્થી ટેવાયો નથી તેનો પરિચય તે સાહિત્યશિક્ષણ. આ બંને વચ્ચે જે ખાઈ હોય તે પૂરવી જોઈએ. આ ખાઈ પૂરવામાં ભાષાવિજ્ઞાની, ભાષાશિક્ષકને ઘણો મદદરૂપ થઈ શકે. આજે લોકો parts of problems કરતાં aspects of problems પર બોલતા થયા છે. વીસમી સદીનો આ વિચાર વળાંકનો પલટો ગણાય. આ પલટો દર્શાવનાર શબ્દોની યાદીઓ બનાવી આપીને ભાષાવિજ્ઞાની ભાષાશિક્ષણમાં પોતાનો ફાળો આપી શકે. આવી યાદીઓ frequency પર મંડાયેલી યાદીઓ કરતાં વિશેષ ઉપયોગી નીવડશે. માત્ર યાંત્રિક ગણતરી આપણો હેતુ સિદ્ધ નહીં કરી શકે. એવો પૂરો સંભવ છે કે કેટલાક શબ્દો વિશેષ frequent નહીં હોય તેમ છતાં શરૂઆતના ધોરણોથી જ શીખવવાની જરૂર પડે તેવા હશે. આવા શબ્દોની યાદી, શિક્ષક અને મનોવિજ્ઞાનની મદદ લઈને ભાષાવિજ્ઞાની પૂરી પાડી શકે. આપણે આજે જરૂર છે તે competence of Englishની. અંગ્રેજીના શિક્ષકની ભાષાના શિક્ષક કરતાં આ અર્થમાં વિશેષ જવાબદારી છે. અહીં કહેવાયું છે તેમ ‘He is a teacher of basic tools of thinking which is not very often realised'. P. 109. આપછીથી શિક્ષકોની તાલીમના પ્રોગ્રામ ચલાવતી સંસ્થાઓના શિક્ષણશાસ્ત્રીઓએ સંસ્થાની તાલીમયોજના વિસ્તારથી સમજાવી હતી. અને ત્યાં જે રીતે શિક્ષણના પ્રયોગો ચાલે છે તેની માહિતી આપી હતી. આમ ત્રણે વર્ગનાં દૃષ્ટિકોણથી જોવાયેલો—ચર્ચાયેલો આ સેમિનાર; ‘જ્યારે પ્રત્યક્ષ કાર્ય કરનાર અને શાસ્ત્રવિદ ભેગા થાય છે ત્યારે માત્ર પ્રત્યક્ષ કાર્ય કરનારને જ ફાયદો થાય છે તેવું નથી; શાસ્ત્રવિદ પણ આથી કંઈક મેળવતો હોય છે.’ સંચાલકના આ વાકયથી પૂરો થયો હતો. આમ આ પુસ્તિકામાં માધ્યમિક કક્ષાએ અંગ્રેજીના શિક્ષણના વિવિધ પાસાંઓની ચર્ચા મળે છે. આ ચર્ચામાંથી જોઈ શકાય છે તેમ આપણે આ વિશે હજી ઘણુ બધું કરવાનું છે. આજે જે કંઈ થાય છે તે તો હજી પ્રાયોગિક દશાનું જ ગણાય. આમ હોવાથી આ અંગે સ્વાભાવિક રીતે જ, કશું આખરી કહી શકાય નહીં. પરંતુ શાસ્ત્ર આવા પ્રયોગો દ્વારા જ આગળ વધતું હોય છે. આપણે પણ trial અને error દ્વારા આમાંથી માર્ગ કાઢી શકીશું. આ પુસ્તિકાએ માર્ગ કાઢવાનો પ્રારંભ તો કરી આપ્યો છે જ,
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy