SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છે? એટલે જાણકારીનું જેટલું પ્રમાણ તદ્વિદોએ નક્કી કર્યું છે તેટલું પ્રમાણ વિદ્યાર્થીમાં ન હોય તો પૂરું પાડવું જોઈએ. આમાં શીધ્રતા (Fluency) વિશે વિશેષ વિચાર થયો હતો. શિક્ષણશાસ્ત્રીઓના વર્ગો જણાવ્યું હતું કે શીધ્રતાનું મહત્વ દેશે દેશે જુદું હોય છે. ઉ.ત. ભારતમાં પ્લેટફોર્મ પર બોલવું તે status symbol ગણાય છે પરંતુ ઈંગ્લેંડ અને અમેરિકામાં તેવું નથી. આથી સ્વાભાવિક રીતે જ, દેશે દેશે, ભાષામાં શીધ્રતા વિશે ભિન્ન મત હોવાના. આથી આ વર્ષે તો કહ્યું : ભાષાના શબ્દો વગેરે મુખમાંથી બહાર પડે તે પહેલાં વિચાર કરવા થોભવું ન પડે તેવી જાતનો ભાષાનો ઉપયોગ એ જ શીધ્રતા (Fluency)', પૃ. ૬૭. આ પછીથી ભાષામાં fluency નથી આવતી તેનાં કારણોની પણ ચર્ચા થઈ હતી. અને આખરે ભાષામાં તો જેમ જેમ પ્રેકિટસ વધે તેમ તેમ વધારે કંટ્રોલ આવે તે વાત fluencyના અનુસંધાનમાં સ્વીકારવાની રજૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકો: મોટા વર્ગોમાં પાઠયપુસ્તકોનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. પાઠયપુસ્તકો ગોખીને પાસ થનાર વિદ્યાર્થીઓનો ઘણો મોટો વર્ગ છે. આમાં પાઠયપુસ્તકનું તત્ત્વ મરી જાય છે. પાઠયપુસ્તક તો વિદ્યાર્થી જે વિચારો શીખ્યા છે તેની practice આપવા માટે છે. આ પછી પાઠયપુસ્તક કેવું હોવું જોઈએ તે વિશે ખૂબ છણાવટ થઈ હતી. અંગ્રેજીનાં પાઠયપુસ્તકોમાં વિદ્યાર્થીઓ પોતાના અંગેજીનો ક્યાં ઉપયોગ કરવાના છે તે વાતનું પણ ધ્યાન રખાવું જોઈએ. આ અંગે હૈદરાબાદ ઇન્સ્ટિટયૂટમાં જે કંઈ પ્રયોગો ચાલે છે તેની માહિતી અપાઈ હતી. તે રીતે બીજે પણ કાર્ય થાય તો કેટલીક સરળતા થવાનો સંભવ રહેલો છે. કસોટીઓ : પાઠયપુસ્તકોના પ્રશ્ન પછી વિદ્યાર્થીઓની કસોટીનો પ્રશ્ન ચર્ચાયો હતો. આપણે કસોટી કરીએ ત્યારે મૌખિક પરીક્ષાને કેટલું વજન આપવું, માતૃભાષા અને અન્ય ભાષાની કસોટી વચ્ચે શો ભેદ કરવો વગેરે જેવી ચર્ચાઓ થઈ હતી. લેખિત કસોટીમાં આપણે ડિકટેશન લખાવીએ છીએ ત્યારે ખરેખર આપણે શાની કસોટી કરીએ છીએ? જોડણીની, અક્ષરની કે ગ્રહણશકિતની? શિણક્ષશાસ્ત્રીઓના વર્ગ તરફથી આનો ઉત્તર એ હતો કે વિદ્યાર્થીએ જે સાંભળ્યું છે તેને અનૂદિત કરીને મૂકવાની શકિતની.” બાકી જોડણી માટે તો ડિકટેશન એ ભારે વિચિત્ર રીત ગણાય. આ પછીથી S.S.C.ની પરીક્ષામાંથી નિબંધ પૂછવાનું કાઢી નાંખવું જોઈએ તેવો મત પણ રજૂ થયો હતો. ભાષા અને સાહિત્યનું શિક્ષણ-જોડાણ : અંગ્રેજીભાષા શીખવવાની જરૂર છે એટલા માટે practical Englishનો વિચાર કરવો જોઈએ. આપણને અંગ્રેજી સાંભળવાની બહુ તક મળતી નથી એટલે structureની exerciseથી આમાં મદદ મળે. આવા વખતે સાહિત્ય મદદરૂપ થાય છે. નવલકથા વગેરે વાંચવાથી structureનો પરિચય થાય અને પરિચય વધતાં વિદ્યાર્થી તે structureનો ઉપયોગ શરૂ કરી દે. આથી શીખનારની પ્રગતિ ચાલુ રહે તેવું સાહિત્ય આપતા રહેવું જોઈએ.
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy