SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ » “બટુભાઈનાં નાટકો' સમયગાળાને આશ્રય લેતાં રહ્યાં તેથી એકાંકીમાં અપેક્ષિત એકાગ્રતા એમાં પૂરી ન આવી શકી, તેમ છતાં એક વિચાર અને એક પરિસ્થિતિના આલેખનને કારણે સ્વરૂપદષ્ટિએ આ રચનાઓ એકાંકીની નજીક હોવાની છાપ ઊભી કરી શકી. પૌરાણિક કે પ્રાચીન (મસ્યગંધા અને ગાંગેય), મધ્યકાલીન (માલાદેવી', સતી') ને અર્વાચીન એમ બધા યુગની પાત્રપ્રસંગની ભૂમિકા ઉપર નૂતન જીવનભાવનાઓને અભિવ્યક્ત કરવા તાકતા બટુભાઈનાં આ લઘુ નાટક એમની ફળદ્રુપ કલ્પનાશીલતા અને તીણુ બુદ્ધિમત્તાની પ્રતીતિ આપણને કરાવ્યા વિના રહેતાં નથી. પરાણિક પ્રસંગ સાથે બટુભાઈ પિતાના અભિપ્રેતાર્થ માટે અહીંતહીં “છૂટ લે છે. તે ઉપરાંત એમના લેખનમાં પરંપરાગત માનસને આંચકે આપે તેવા વિચારધક્કાઓ હોય છે, જેમકે “માલાદેવી' માં ગુંથાયેલે લોકસત્તાના યુગમાં બંધ ન બેસે તેવો બૌદ્ધિકેના અધિપત્યને વિચાર, “સતી'માં રજૂ થયેલે સતીત્વના જૂના ખ્યાલની સામે નારીસ્વમાનને પ્રતાપી આદર્શ, શૈવલિની'માં વ્યક્ત થયેલી સ્ત્રીના પતિદ્રોહને ક્ષમ્ય ગણતી આધુનિક માનસશાસ્ત્રીય દષ્ટિ વગેરે. બટુભાઈ બહુધા શ વગેરે આધુનિક યુરોપીય સાહિત્યકારોની પ્રણાલિકાભંજન વિચારધારાથી પ્રેરિત હોવા છતાં કેટલીક પ્રાચીન જીવનભાવનાઓનું આકર્ષણ પણ અનુભવતા જણાય છે (અશક્ય આદર્શો) એ એમનું વિચારક તરીકેનું ખુલ્લાપણું દર્શાવે છે. મુખ્યત્વે બુદ્ધિનિક, નિર્વેદપરાયણ, અંતર્મુખ પુરુષ પાત્રો અને મુખ્યત્વે બહિર્મુખ, લાગણીવિવશ, ફનાખોર સ્ત્રી પાત્રો એ બટુભાઈની લાક્ષણિકતા છે. એમનાં નાટક રંગભૂમિક્ષમતાને ઘણો અલ્પ ગુણ ધરાવે છે ને વાર્તાવિધાનમાં અપ્રતીતિકર અંશે રહી ગયા છે, તેમ કવચિત એમને જીવનવિચાર પણ ધૂંધળે રહી ગયેલા અનુભવાય છે. તેમ છતાં એકંદરે નાટયાત્મક ઉલ્કાવન, માનસશાસ્ત્રીય અભિગમને કારણે સૂક્ષ્મતા અને લેખકની જીવનદષ્ટિનાં સફળ વાહક બનતાં જીવંત પ્રતાપી પાત્રોનું સર્જન, અર્થગંભીર તેમ સ્કૂતિલા ને ચોટદાર સંવાદોનું નિયોજન, અને આ બધાં વડે મૂર્ત થતે એક સત્વશીલ જીવનવિચાર બટુભાઈનાં નાટકોનું એક એવું રૂપ ઘડે છે, જે લેખકની વૈયક્તિક મુદ્રાવાળું ને સાહિત્યના ઇતિહાસમાં અવશ્ય નોંધપાત્ર ઠરે એવું છે. પ્રકાશક: કુમારપાળ દેસાઈ, મંત્રી : ગુજરાતી સાહિત્ય પરિદર, ગોવર્ધન ભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક : આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy