SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બટુભાઈનાં નાટકો” ૩૫ કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજને, રવરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક કાંતિવાદી યુવક કેદી જગુ રવમાનભેર વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પાડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં મુકાય છે પરંતુ વિચલિત થતાં નથી. એક રવાથી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિને, વચલા માણસ તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેદીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે. એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે એ, જવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કોશલને પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં રવરથ ને વારતવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી દલાલની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિને આલેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નંધપાત્ર સાહિત્યકૃતિ બની છે. બટુભાઈનાં નાટક [૧૯૫૧) : “મટયગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટક' (૧૯૨૫) તથા “માદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭)માંથી પસંદ કરેલાં છ નાટકમાં અગ્રંથરથ “શૈવાલિની' ઉમેરીને અનંતરાય રાવળે સંપાદિત કરેલ બટુભાઈ ઉમરવાડિયાનાં નાટકોને સંગ્રહ. ૧૯૨૨થી ૧૯૨૭ સુધીના બટુભાઈના નાટ્યલેખનનો આ પ્રતિનિધિસંગ્રહ ગુજરાતી એકાંકીના ક્ષેત્રે ભેય ભાંગનારો હોવા ઉપરાંત કેટલીક આંતરિક ગુણવત્તાએ ચિરસ્થાયી મૂલ્ય ધરાવે છે. સૌ પ્રથમ લખાયેલું નાટક જોમહર્ષિણી (૧૯૨૨) ત્રણ અંક અને અનેક પ્રવેશના પથરાટને કારણે રચનાની દષ્ટિએ શિથિલ હોવા છતાં કઈ ધન્ય પળે ક્ષણભર દેખા દઈ ગયેલા અપૂર્વ નારીસૌન્દર્યને દ્રઢતા ઋષિકુમારની નૂતન ક૯૫નાથી ધ્યાનાકર્ષક બનેલું. પછી પણ બટુભાઈનાં નાટક એક અંકી હોવા છતાં, કદાચ ઈન્સનાદિના પ્રભાવ નીચે, દશ્યબાહુલ્ય અને લાંબા
SR No.032054
Book TitleGujarati Sahitya Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarati Sahitya Parishad
PublisherGujarati Sahitya Parishad
Publication Year1984
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy