SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય બન્નેના કથનમાં તફાવત એ છે કે રમણભાઈ છન્દને આવશ્યક માને છે પણ કવિશ્રી નાનાલાલ છન્દને આવશ્યક માનતા નથી, તેઓ કહે છે “વાણીનું એ ડોલન સૌન્દર્યના અને કલાના મહાનિયમ પ્રમાણે રચાવું ઘટે છે, કારણ કે અર્થની આન્તર સુન્દરતાની વાણી તો બાહ્ય મૂર્તિ છે. સૌન્દર્ય અને કલાને પરમનિયમ Symmetry૧૮ સમપ્રમાણતાને છે, એક જ અવયવની પુનરુક્તિપરંપરાનો નથી. સુન્દર એક કુલ૧૯ કે સુન્દર એક ચિત્ર અનેક અણસરખી પાંદડીઓ કે રેખાઓનું બનેલું બહુધા હોય છે, એવી જ રીતે અનેક અણસરખા ચરણરૂપ અવયે ગૂંથાઈ એક સુન્દર કાવ્ય પણ બને. આરસની ચોરસ, ગોળ કે ત્રિકોણ લાદીની હારો વડે કલાવિધાયક સુન્દર ફરસબન્દી બનાવે છે, પણ હમાં જ સકલ સુન્દરતાને સમાવેશ થવાનો દાવો કોઈ કરતું નથી. આકાશ પાટે પ્રકૃતિનો કલાનાયક વારંવાર જે નવરંગ અદ્ભુત ફરસબન્દી માંડે છે તે કંઈક ઓર અણસરખાં રંગશકલેની હોય છે. તેમજ કવિતામાં પણ વાણીની ગોળ કે ચોરસ તખ્તીઓની પરંપરા કે પુનરુક્તિમાં વાણીના સર્વસૌન્દર્યડોલનનો સમાવેશ થઈ જતો નથી; અને કુદરતને વધારે મળતાં અણસરખા સૌન્દર્ય ડોલનવાળી વાણીને માટે સ્થાન રહે છે.. એટલે વાણીનું ડોલન એકસરખું નિયમિત–Regular હોવું જોઈએ એમ પણ સિદ્ધ થતું નથી. કવિતાને આવશ્યક વાણીનું ડોલન અણુસરખું Irregular હાય હે પણ જે રસને અનુરૂપ હોય તો, સૌન્દર્યના તેમજ કલાના મહાનિયમાનુસાર જ તે છે.” ૧૮. કવિશ્રીના વકતવ્યને માટે આ અંગ્રેજી શબ્દ સારે નથી-ઊલટે જામક છે. સિમેટ્રિીમાં તે એક જ આકારની પુનરુક્તિ હોઈ શકે છે. ૧૯. આ દષ્ટાન પણ બરાબર નથી ઘણાંખરાં ફૂલોમાં પાંદડીએ એક જ આકારની કેસર ખા આકારની હોય છે. અણસરખી પાંદડીઓવાળાં ફૂલેને પણ વચ્ચે લીટી દેરીને એવી રીતે દુ-ભાગી શકાય છે કે જમણી અને ડાબી બાજના આકારો બરાબર સરખા થઈ રહે. આને જ સિમેટ્રી કહે છે. વધારે પારિભાષિક શબ્દ કહેવો હોય તે bilateral symmetry
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy