SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના [ ૯૫ કવિશ્રીના વાક્યને કાવ્યના આ અર્થ સાથે સબંધ નથી. કાન્ય શબ્દ આ સામાન્ય અર્થ માન્ય રાખીને તેનેા એવા વિશિષ્ટ અથ થાય છે કે આ સર્જનાત્મક સાહિત્ય અમુક કાટિએ પહોંચતાં તે છન્દમય અને છે. તેને પદ્યરચના કે પદ્મબન્ધની જરૂર પડે છે. વ્યવહારમાં કાવ્ય શબ્દ આ વિશિષ્ટ અર્થમાં જ વિશેષ વપરાય છે. કાવ્ય પદ્યમાં જ હાય એ માન્યતા એટલી સાધારણ થઈ ગઈ છે કે જે કંઈ પદ્યમાં હોવ તે કાવ્ય ગણાય એવા ભ્રમનુ વારવાર નિરસન કરવું પડે છે. કવિશ્રીના વાક્યને કાવ્યના આ વિશિષ્ટ અર્થ સાથે સબંધ છે. છન્દ કાવ્યને નિરક છે એમ તેઓ કહેતા નથી. એમ હોત તે તેએ મહાછન્દ શોધવા નીકળત નહિં. તેમના કથનનુ પૃથક્કરણ કરતાં તેને એવા અથ થાય કે કાઈ સૂક્ષ્મ આવશ્યકતાને લીધે કાવ્યને ડાલનની જરૂર પડે છે, એ ડેાલન પિંગલમાન્ય છન્દોથી સિદ્ધ થાય છે, અને ડાલન તેમના અપદ્યાગદ્યો પણ એટલું જ સિદ્ધ થાય છે. આ ડીલનના સમર્થનમાં તેમણે ૧૯૦૯માં ઇન્દુકુમારની પ્રસ્તાવનામાં થેડું લખ્યું છે. તેમાં પહેલુ વિધાન છે કે ગેયતા કવિતાને આવશ્યક નથી.’ તેઓ કહે છે “ કાઈ પણ સુપ્રસિદ્ધ સંસ્કૃત આલકારિક કવિતાની વ્યાખ્યા બાંધતાં છન્દને લક્ષણ કહ્યું જાણુમાં નથી.’-પણ આલંકારિકાએ તા. ગદ્યમાં કાવ્ય હેઈ શકે એમ કહ્યું છે તે ડેાલન કાવ્યને આવશ્યક કહ્યું નથી.-તેએ આગળ કહે છેઃ “એ ખરું છે કે ઉછળતું ધસમસતું કે ધીરગંભીર રસનું ઝરણું મનુષ્યહૃદયમાં ફૂટે છે ત્હારથી જ કંઈક અનેરા આંદેલને ડાલતું તે વહે છે...અસ્ફુટ પના સ્ફુટ થાય. વાણીથી પર ભાવ વાણીમાં ઉત્તરે, અને રસ રૂપી આત્મા કવિતા દેઢે અવતરે, વ્હેની સાથે જ દેહની સુન્દરતાની પેઠે, વાણીનુ ડૅાલન પણ જન્મે છે.” સદ્ગત રમણભાઈ છન્દ અને પ્રાસના નિબંધમાં આ હેતુપરંપરાથી કહે છે હું કવિના અંતઃક્ષ્ાભને વાણીમાં ઉતરવા છન્દની આવશ્યકતા છે.
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy