SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાતઃકાળની વિધિ. अभ्यासेन क्रिया सर्वा अभ्यासात्सकलाः कलाः अभ्यासाद्धयानमौनादिः, किमभ्यासाय दुष्करम् ? ॥१॥ ૪૧ અભ્યાસથી સર્વક્રિયા સર્વકળા અને ધ્યાન-મૌનાદિ સિદ્ધ થાય છે. અભ્યાસને શું દુષ્કર છે ? નિરંતર વિરતિ પરિણામનો અભ્યાસ રાખ્યો હોય તો પરલોકમાં પણ તે પાછળ આવે છે, કરેલ છે કે - जं अब्भसेड़ जीवो, गुणं च दोसं च एत्थ जम्मंमि । तं पावइ परलोए, तेणय अब्भासजोएण ॥ १ ॥ ગુણ અથવા દોષનો જેવો અભ્યાસ જીવ આ ભવમાં કરે, તે ગુણ અને દોષ અભ્યાસના લીધે પરભવમાં પણ આવે છે. આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકાએ પોતાની ઇચ્છાથી પરિમાણ કેટલું રાખવું ? તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી રીતે જાણી, ઇચ્છા માફક પરિમાણ રાખી, નિયમનો સ્વીકાર કરે, તો તેનો ભંગ ન થાય. નિયમ તો વિચાર કરીને એવી રીતે જ લેવો કે, જે રીતે આપણે પાળી શકીએ, સર્વ નિયમોમાં ૧સહસાનાભોગાદિ ચાર આગાર છે, એ ધ્યાનમાં રાખવા, માટે અનુપયોગથી અથવા સહસાગારાદિથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તો પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણી જોઈને નિયત કરતાં વધારે લેશમાત્ર પણ ગ્રહણ કરે તો નિયમનો ભંગ થાય છે. કોઈ સમયે પાપકર્મનાં વશથી જાણતાં નિયમનો ભંગ થાય, તો પણ ધર્માર્થી જીવે આગળ નિયમ અવશ્ય પાળવો. પાંચમ અને ચૌદશ ઇત્યાદિ પર્વતિથિએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધો હોય. તેને કોઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાન્તિ વિગેરે થવાથી, જો સચિત્ત જલપાન, તાંબૂલભક્ષણ, કાંઈક ભોજન વગેરે થાય અને પછી તપસ્યાનો દિવસ જણાય, તો મુખમાં કોળીયો હોય, તે ગળી જવો નહિ પણ તે કાઢી નાંખીને, પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી, અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જો કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું ભોજન થયું હોય, તો બીજે દિવસે દંડનિમિત્તે તપસ્યા કરવી અને સમાપ્તિના અવસરે તે તપ વર્ધમાન (જેટલા દિવસ પડ્યા હોય તેટલા વધારે કરીને) કરવું. એમ કરે તો અતિચાર માત્ર લાગે પણ નિયમનો ભંગ થાય નહીં. આજે તપસ્યાનો દિવસ છે, એમ જાણવા છતાં જો એક પણ દાણો ગળી લેવામાં આવે, તો નિયમભંગ થવાથી નરકગતિનું કારણ થાય છે. આજે તપસ્યાનો દિવસ છે કે નહીં ? અથવા એ વસ્તુ લેવાય કે નહીં ? એવો મનમાં સંશય આવે અને એ વસ્તુ લે તો નિયમભંગાદિ દોષ લાગે.' લાંબી માંદગી, ભૂત-પિશાચાદિના ઉપદ્રવ થવાથી થયેલું પરવશપણું અને સર્પદંશાદિથી અસમાધિપણું થવાને કારણે તપ ન થાય, તો પણ ચોથા આગારનો ઉચ્ચાર કર્યો છે, તેથી નિયમનો ભંગ થાય નહિ. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. જો નિયમનો ભંગ થાય, તો મોટો દોષ લાગે છે, માટે થોડો નિયમ લઈને તે બરાબર પાળવામાં જ ઘણો ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ, માટે જ પચ્ચક્ખાણમાં આગાર રાખેલા છે. ૧. અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં,
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy