SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ દેવ, ગુરુ, તીર્થ અને આચાર્યનું નામ સ્મરણ કરી જે નિરંતર સૂવે, તે કોઈ દિવસે પણ ખરાબ સ્વપ્ન દેખે નહીં. ४० પ્રાતઃકાળની વિધિ પોતાને દાદર (Ringwom) વિગેરે થયું હોય, તો થૂંક ઘસવું અને શરીરના અવયવો દૃઢ થાય તે માટે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાતઃકાળે પુરુષ પોતાનો જમણો હાથ અને સ્ત્રી પોતાનો ડાબો હાથ પુણ્ય પ્રકાશક હોવાથી જુએ. માતા, પિતા અને વૃદ્ધ ભાઈ વગેરેને જે નમસ્કાર કરે, તેને તીર્થયાત્રાનું ફળ થાય છે, માટે દરરોજ વૃદ્ધવંદન કરવું. જેઓ વૃદ્ધ પુરુષોની સેવા કરતા નથી, તેનાથી ધર્મ, જેણે રાજાની સેવા કરી નથી, તેનાથી સંપદા, અને ઘણા માણસોએ સત્કારેલી વેશ્યાની મિત્રતા રાખે છે તેમનાથી, આનંદ દૂર રહે છે. પ્રતિક્રમણ કરનારને પચ્ચક્ખાણ કર્યા પહેલાં ચૌદ નિયમ ધારવાના હોય છે, તે ધારે, તેમજ પ્રતિક્રમણ ન કરતો હોય, તેણે પણ સૂર્યોદયથી પહેલા ચૌદ નિયમ ગ્રહણ કરવાં. શક્તિ પ્રમાણે નમુક્કારસહિ ગંઠિસહિ, એકાસણ, બીયાસણ આદિ પચ્ચક્ખાણ કરવાં ચૌદ નિયમ ધારેલા હોય, તેણે દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કરવું. વિવેકી પુરુષે સદ્ગુરુની પાસે-સમ્યક્ત્વ-મૂળ શ્રાવકનાં યથાશક્તિ બારવ્રત અંગીકાર કરવાં. એ બારવ્રતને અંગીકાર કરવાથી સર્વ પ્રકારથી વિરતિપણું મળવાનો સંભવ રહે છે. વિરતિવંતને મહાફળની પ્રાપ્તિ થાય છે. અવિરતિને તો નિગોદીયા જીવોની જેમ મન, વચન, કાયાના વ્યાપાર ન હોવા છતાં પણ બહુ કર્મબંધાદિ મહાદોષનો સંભવ થાય છે. કહ્યું છે કે - “જે ભાવવાળા ભવ્ય પ્રાણીએ થોડી પણ વિરતિ કરી છે, તેને દેવતા પણ ચાહે છે, કેમ કે, તે વિરતિ (પચ્ચક્ખાણ) દેવતા પોતે કરી શકતા નથી. એકેન્દ્રિય જીવો કવળાહાર નથી કરતા, પણ વિરતિપરિણામના અભાવથી તેઓને ઉપવાસનું ફળ મળતું નથી. મન, વચન, કાયાથી પાપ કરતા નથી, તો પણ અનંતકાળ સુધી એકેન્દ્રિય જીવો એકેન્દ્રિયપણે જે રહે છે, તે પણ અવરતનું જ ફળ છે. તિર્યંચો (અસ્થાદિક) કોરડા, આર, ભારવહન, વધ, બંધન વિગેરે સેંકડો દુઃખ પામે છે, તે જો પૂર્વભવમાં વિરતિ કરી હોત, તો પામત નહીં.'' અવિરતિના ઉદયથી દેવતાઓની જેમ ગુરુ-ઉપદેશાદિનો યોગ થવા છતાં પણ નવકારશી માત્રનું પચ્ચક્ખાણ ન કર્યું એવા શ્રેણિકરાજાએ ક્ષાયિક સમકિત હોવા છતાં અને વળી ભગવંત મહાવીરસ્વામીની વારંવાર વાણી સાંભળવા છતાં પણ કાગડા પ્રમુખના માંસ માત્રનું પચ્ચક્ખાણ ન કર્યું. પચ્ચક્ખાણ કરવાથી જ અવિરતિને જીતાય છે. પચ્ચક્ખાણ વળી અભ્યાસથી થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં કુશળપણું આવે છે. અનુભવસિદ્ધ છે કે, લેખનકળા, પઠનકળા, ગણિતકળા, ગીતકળા, નૃત્યકળા વિગેરે સર્વકળાઓ અભ્યાસ વિના સિદ્ધ થતી નથી; માટે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. કહેલું છે કે -
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy