SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સૂર્ય નાડીમાં કરવા યોગ્ય કાર્યો. દેવાદાર, શત્રુ-ચોર વિગેરે અને લડાઈ કરનારને શૂન્યાંગ (ડાબા) કરવાથી પોતાને સુખ, લાભ જયની પ્રાપ્તિ થાય છે. स्वजनस्वामिगुर्वाद्या ये चान्ये हितचिन्तकाः । जीवाने ते ध्रुवं कार्या, कार्यसिद्धिमभीप्सुभिः ॥२१॥ સ્વજન, સ્વામી, ગુરુ, માતા પિતા વગેરે જે આપણા હિતચિંતક હોય તેમને કાર્યસિદ્ધિના ઇચ્છુકે જમણી તરફ રાખવા જોઈએ. प्रविशत्पवनापूर्णनासिकापक्षमाश्रितम् । पादं शय्योत्थितो दद्यात्प्रथमं पृथिवीतले ॥२२॥ શુકલપક્ષ હોય કે કૃષ્ણપક્ષ હોય પણ દક્ષિણ કે વામ (જમણી કે ડાબી) જે નાસિકા પવનથી ભરાઈ પૂર્ણ થતી હોય, તે પગ ધરતી ઉપર પહેલાં મૂકીને શય્યાથી ઉઠવું. ઉપર બતાવેલી રીતિ પ્રમાણે નિદ્રા તજીને શ્રાવક અત્યંત બહુમાનથી પરમ મંગળકારી નવકારમંત્રનું મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે :નમસ્કાર મહામંત્રનું સ્મરણ : परमिट्ठिचिंतणं माणसंभि, सिज्जागएण कायव्वं । सुत्ताविणयपवित्ती, निवारिया होइ एव तु । શધ્યામાં રહ્યા નવકાર મંત્ર ગણવો હોય તો, સૂત્રનો અવિનય નિવારવાને માટે મનમાં જ ચિંતવનરૂપે ગણવો. કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, કોઈ પણ એવી અવસ્થા નથી કે જેમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર ન હોય, માટે (એમ માનીને) જ્યારે ત્યારે વગર અચકાયે નવકારનો પાઠ કરવો શ્રેયકારી છે. (આવા બે મત પ્રથમ પંચાશક વૃત્તિમાં લખેલા છે.) શ્રાદ્ધ-દિનકૃત્યમાં તો એમ કહ્યું છે કે : सिज्जाट्ठाणं पमुत्तुणं चिट्ठिज्जा धरणियले । भावबंधुजगन्नाह णमुक्कारं तओ पढे ॥ શધ્યાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને, પછી ભાવ-ધર્મબંધુ જગન્નાથ એવાં નવકાર મંત્રને ભણવો. યતિદિનચર્યામાં વળી એમ લખેલું છે કે : जामिणिपच्छिमजामे, सव्वे जग्गंति बालवुड्डाई । परमिठ्ठिपरममंतं, भणंति सत्तट्ठ वाराओ ॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy