SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 30 શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ क्रयविक्रयणे वृष्टौ सेवाकृषीद्विषज्जये । विद्यापट्टाभिषेकादौ शुभेऽर्थे च शुभः शशीः ॥ १४ ॥ દેવપૂજન, દ્રવ્યોપાર્જન-વ્યાપાર, લગ્ન, રાજ્ય-કિલ્લા લેવા, નદી ઉતરવી, જવા-આવવામાં જીવિતના પ્રશ્ન, ઘર, ક્ષેત્ર લેવાં, બાંધવા, કોઈ વસ્તુ લેવા-વેચવામાં, વર્ષા આવવાના પ્રશ્ન. નોકરી, ખેતીવાડી, શત્રુનો જય કરવો, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચંદ્રનાડી વહેતી હોય તો લાભકારી સમજવી. प्रश्ने प्रारम्भणे चापि कार्याणां वामनासिका । पूर्णा: प्रवेशश्चेत्तदा सिद्धिरसंशयम् ॥१५॥ કોઈપણ કાર્યનો પ્રારંભ કરતાં કે, પ્રશ્ન કરતાં જો પોતાની ચંદ્રનાડી વહેતી હોય કે નાસિકામાં પવન પ્રવેશ કરતો હોય તો તે કાર્યની તત્કાળ નિ:સંશય સિદ્ધિ જ સમજવી. સૂર્યનાડી વહે તે સમયે કરવા યોગ્ય કાર્યો बद्धानां रोगितामां च प्रभ्रष्टानां निजात्पदात् । प्रश्ने युद्धविधौ वैरिसङ्गनामे सहसा भये ॥ १६ ॥ स्नाने पानेऽशने नष्टान्वेषपुत्रार्थमैथुने । विवादे दारुणेऽर्थे च सूर्यनाडी प्रशस्यते ॥१७॥ કેદમાં પડેલાને, રોગીને, પોતાના પદથી ભ્રષ્ટ-થયેલાને, પ્રશ્નમાં, યુદ્ધ કરવામાં, શત્રુને મળવામાં, અકસ્માત ભયમાં, સ્નાન કરવામાં, પાણી પીવામાં, ભોજન કરવામાં, ગઈ વસ્તુ શોધવામાં, પુત્રને માટે મૈથુન સેવવામાં, વિવાદ કરવામાં, કષ્ટ કાર્યમાં એટલા સ્થળે સૂર્યનાડી સારી સમજવી. કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે : विद्यारम्भे च दीक्षायां शस्त्राभ्यासविवादयोः । राजदर्शनगीतादौ मन्त्रयन्त्रादिसाधने || १८ || (सूर्यनाडी शुभा ) વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનારંભ, મંત્ર, યંત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે. दक्षिणे यदि वा वामे, यत्र वायुर्निरन्तरम् । તું પામવ્રત: ત્વા, નિ:સરેન્નિત્નમન્દ્રિયાત્ ॥શા ડાબી નાસિકાનો પવન ચાલતો હોય, તો ડાબો પગ અને જમણી નાસિકાનો પવન ચાલતો હોય તો જમણો પગ પ્રથમ ઉપાડી પોતાના ઘરથી નીકળે. अधमर्णारिचौराद्या विग्रहोत्पातिनोऽपि च ! । शून्याङ्गे स्वस्य कर्त्तव्याः सुखलाभजयार्थिभिः ॥२०॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy