SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ વિશિષ્ટ સાધકના ૩૨ ગુણો વિશિષ્ટ સાધકના ૩૨ ગુણો (૧) આત્માનંદી, (૨) સ્વરૂપમગ્ન, (૩) સ્થિરચિત્ત, (૪) નિર્મોહી, (૫) જ્ઞાની, (૬) શાંત, (૭) જિતેન્દ્રિય, (૮) ત્યાગી, (૯) ક્રિયારૂચિ, (૧૦) તૃપ્ત, (૧૧) નિર્લેપ, (૧૨) નિસ્પૃહ, (૧૩) મૌની, (૧૪) વિદ્વાન, (૧૫) વિવેકી, (૧૬) મધ્યસ્થ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મશંસી, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વ ગુણ સંપન્ન, (૨૧) ધર્મધ્યાની, (૨૨) ભવોગ્નિ, (૨૩) લોકસંજ્ઞા ત્યાગી, (૨૪) શાસ્ત્રચક્ષુ, (૨૫) નિષ્પરિગ્રહી, (૨૬) સ્વાનુભવી, (૨૭) યોગનિષ્ઠ, (૨૮) ભાવયાજ્ઞિક, (૨૯) ભાવપૂજા પરાયણ, (૩૦) ધ્યાની, (૩૧) તપસ્વી અને (૩૨) સર્વનયજ્ઞ. મન્હજિણાણેની સજ્ઝાયમાં જણાવેલ ૩૧ ધર્મકૃત્યો (૧) તીર્થંકરની આજ્ઞા માનવી, (૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો, (૩) સમ્યક્ત્વને ધારણ કરવું, (૪) સામાયિક, ચવિસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણમાં હંમેશા ઉઘુક્ત રહેવું, (૫) પર્વદીવસે પૌષધ કરવો, (૬) સુપાત્રે દાન દેવું, (૭) શીયળ પાળવું, (૮) તપ કરવો, (૯) ભાવના ભાવવી, (૧૦) સ્વાધ્યાય કરવો, (૧૧) નમસ્કાર મંત્રનો જાપ જપવો, (૧૨) પરોપકાર કરવો, (૧૩) જીવરક્ષા કરવી, (૧૪) જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, (૧૫) જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી, (૧૬) ગુરૂની સ્તુતિ કરવી, (૧૭) સાધર્મિક વાત્સલ્ય કરવું, (૧૮) સર્વ વ્યવહાર શુદ્ધ રાખવો, (૧૯) રથયાત્રા કાઢવી, (૨૦) તીર્થયાત્રા કરવી, (૨૧) ઉપશમ ભાવ રાખવો, (૨૨) વિવેક રાખવો, (૨૩) સંવર ભાવના રાખવી, (૨૪) ભાષાસમિતિ સાચવવી, (૨૫) છકાય જીવોની દયા પાળવી, (૨૬) ધાર્મિક માણસોનો સંસર્ગ રાખવો, (૨૭) પાંચ ઇન્દ્રિયોનું દમન કરવું, (૨૮) ચારિત્રના પરિણામ રાખવા, (૨૯) સંઘ ઉપર બહુમાન રાખવું, (૩૦) પુસ્તકો લખવાં, લખાવવાં અને (૩૧) તીર્થને વિષે પ્રભાવના કરવી. સુશ્રાવકના બીજા ૨૧ ગુણો (૧) નવતત્વનો જાણ, (૨) ધર્મકરણીમાં તત્પર, (૩) ધર્મમાં નિશ્ચલ, (૪) ધર્મમાં શંકારહિત, (૫) સૂત્રના અર્થનો નિર્ણય કરનાર, (૬) અસ્થિ-હાડપિંજર સુધી ધર્મિષ્ઠ, (૭) આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, (૮) સ્ફટિક રત્નના સમાન નિર્મલ-કુડકપટ રહિત, (૯) નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, (૧૦) એક માસમાં પાંચ પૌષધ કરનાર, (૧૧) જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર, (૧૨) લીધેલાં વ્રતોને શુદ્ધ પાળનાર, (૧૩) મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અન્નાદિકનું દાન આપનાર, (૧૪) ધર્મનો ઉપદેશ કરનાર, (૧૫) સદા ત્રણ મનોરથો ચિંતવનાર, (૧૬) હંમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર, (૧૭) નવા નવા સૂત્ર સાંભળનાર, (૧૮) નવીન ધર્મ ઉપાર્જન કર્તા ને સહાયક, (૧૯) બે ટંક પ્રતિક્રમણ કરનાર, (૨૦) સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, (૨૧) શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉધમ રાખનાર એકવીસ ગુણોવાળો શ્રાવક સુશ્રાવક કહેવાય છે. સમાસ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy